સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : શુક્રવાર, 30 જુલાઈ 2021 (18:19 IST)

India Beat Japan in Hockey: ઓલિપિંકમાં ભારતીય પુરૂષ હોકી ટીમનો જલવો, પુલના અંતિમ મુકાબલામાં જાપાનને 5-3 થી હરાવ્યુ

ભારતીય પુરૂષ હોકી ટીમનો જલવો ટોકિયો ઓલંપિંકમાં ચાલુ રહ્યો. તેણે પુલના અંતિમ મુકાબલામાં પોતાના ગ્રુપની ટોપ ટીમ જાપાનને 5-3થી હરાવી દીધી છે. ભારત માટે ગુરજંતે બે ગોલ, જ્યારે કે હરમનપ્રીત સિંહ, શમશેર અને નીલકાંત શર્માએ એક એક ગોલ કર્યો. પહેલા જ ક્વાર્ટર ફાઈનલમાં એંટ્રી મેળવી ચુકેલ ટીમ ઈંડિયાએ મેચના શરૂઆતથી જ આક્રમક રમતનુ પ્રદર્શન કર્યુ, જેને કારણે મેજબાન પર અતિરિક્ત દબાવ બન્યુ.  
 
 મેચના પહેલા ક્વાર્ટરમાં ભારતે મજબૂત શરૂઆત કરી અને 12 મી મિનિટમાં જ 1-0ની લીડ મેળવી લીધી. આ માટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો હતો. આ ઓલિમ્પિકમાં હરમનપ્રીત સિંહનો આ ચોથો ગોલ છે. આ ક્વાર્ટર સંપૂર્ણપણે ભારતની તરફેણમાં ગયું, જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ તેણે ગોલ કર્યો. 17 મી મિનિટે ગુરજંતે સિમરનજીત સિંહના પાસ  મેદાની ગોલ બનાવતા ભારતને 2-0ની લીડ અપાવી હતી. અહીં ભારતીય ખેલાડીએ જાપાનના ડેફેંસને સારી  રીતે પછાડ્યું.
 
જોકે 19મી મિનિટમાં કેંટા ટનાકાએ જાપાન માટે પહેલો ગોલ કર્યો હતો. તેની સ્ટીકમાંથી નીકળેલી બોલ બીરેન્દ્ર લાકડાને માત આપીને ગોલ પાસ્ટમાં જતી રહી.  આમ બીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ 1-1 ગોલ કર્યો. હાફ ટાઇમ સુધી ભારત જાપાનથી  2-1થી આગળ હતું.
 
ત્રીજા ક્વાર્ટરમાં પણ બે ગોલ થયા. એક ભારત દ્વારા કરવામાં આવ્યું જ્યારે બીજુ  યજમાન જાપાનના નામ પર રહ્યુ. જાપાને 31 મી મિનિટે ભારતની બરાબરી કરી, પરંતુ તેના તરત જ પછી ભારતે ફરી એક વખત લીડ મેળવી લીધી. જાપાન માટે કોટા વટાનબેએ કર્યો તો ભારત તરફથી ત્રીજો ગોલ શમશેરે કર્યો હતો. ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં ભારત માટે નીલકાંતે 51 મી મિનિટે બોલને નેટમાં ફસાવતા ભારતને 4-2ની મોટી લીડ અપાવી હતી.
 
ભારત માટે છેલ્લો ગોલ ગુરજંતની સ્ટીકમાંથી આવ્યો હતો. તેણે 56 મી મિનિટે પેનલ્ટી કોર્નરથી આ ગોલ કર્યો હતો, જોકે, જાપાને પણ અંત સુધી હાર માની ન હતી અને મુરાતાએ 59 મી મિનિટે ગોલ બનાવીને સ્કોર 5-3થી  કર્યો હતો. નિર્ધારિત સમય સુધી જાપાન બઢત મેળવી શક્યુ નહી અને તેને હારનો સામનો કરવો પડ્યો.