શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (17:44 IST)

Tokyo Olympics 2020 Day 7 Updates: વિશ્વ ચેમ્પિયન Mary Kom ટોકિયો ઓલંપિકમાંથી બહાર, PV Sindhu એ બનાવ્યુ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન

Tokyo Olympics 2020 Day 7, Tokyo Olympic, Tokyo Olympics 2021: ટોકિયો ઓલંપિકમાં 29 જુલાઈના રોજ સ્ટાર શટલર પીવી સિંઘુ  (PV Sindhu) એ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ (Mia Blichfeldt) ના વિરુદ્ધ રાઉંડ ઓફ 16 મુકાબલો 21-15, 21-13થી જીતીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધુ છે. 12માં નંબરની ખેલાડી બ્લિચફેલ્ટ વિરુદ્ધ સિંઘુની છ મેચોમાં આ પાંચમી જીત રહી. ભારતીય ખેલાડીને મિયાના વિરુદ્ધ એકમાત્ર હારનો સામનો આ વર્ષે થાઈલેંડ ઓપનમાં કરવો પડયો હતો. જો કે બોક્સિંગમાં ભારતીય ફેંસને જરૂર નિરાશા મળી. જ્યા 6 વારની વિશ્વ ચેમ્પિયન ભારતીય મુક્કેબાજ એમસી મેરીકોમ(Mary Kom) 51 કિગ્રા ફ્લાઈવેટ વર્ગના  પ્રી ક્વાર્ટર ફાઈનલમાં કોલંબિયાની ઈંગ્રિટ વાલેંસિયા  (Ingrit Valencia) થી 2-3 થી હારીને ઓલંપિકમાંથી બહાર થઈ ગઈ. 
 
ભારતની પુરૂષ હોકી ટીમે અર્જેટીના વિરુદ્ધ પુલ એ મેચ 3-1તહી પોતાને નામ કરી. આ સાથે ભારતીય ટીમ પૂલમાં બીજા સ્થાન પર રહી. વાત જો તીરંદાજીની કરીએ તો પુરૂષ વર્ગ  (1/16 Eliminations) માં અતનુ દાસે સાઉથ કોરિયાના દિગ્ગજ ખેલાડી ઓહ જિન હયેક  (Oh Jin-Hyek) ને શૂટઓફમાં હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ.