શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (15:03 IST)

Bigg Boss-11 Day 2 - જુબૈર ખાને સંભળાવ્યો એડલ્ટ જોક તો સપના ચૌધરીને આવ્યો ગુસ્સો

બિગ બોસના ઘરમાં પહોંચવાની બધી એક્સાઈટમેંટ હવા અને થાક હાવી થયા પછી સોમવારે ઘરનો પ્રથમ ઝગડો સામે આવ્યો.  શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તાની વચ્ચે મંચ પર સલમાન ખાને સામે જે તૂ તૂ મે મે થઈ હતી તે બધી તે રજુ રહેશે અને તે મોડી રાત સુધી લડતા જોવા મળશે. શિલ્પા જ્યા  પોતાનુ પક્ષ મુકવાની  કોશિશ કરશે ત્યા વિકાસ ગુપ્તા પોતાના કંટ્રોલ ગુમાવી બેસ્યા અને તેમને સાઈકો અને દિમાગી રૂપે બીમાર કહીશે. ઘરના બાકી સભ્ય તેમને શાંત કરવાની કોશિશ કરશે. પણ શિલ્પા રડવા માંડશે. 
 
આ લફરું પતે નહી ત્યા તો બીજો બોમ્બ ફૂટી જશે.  આ વખતે જુબૈર એક એડલ્ટ જોક મારશે અને સપનાને આ ગમે નહી. સપના કહેશે કે તે પોતાની જીભ પર થોડો કાબૂમા રાખે અને સ્ત્રીઓ સાથે સારી રીતે વ્યવ્હાર કરે. આ લફરું ચાલી જ રહ્યુ હશે કે પુનીશ વચ્ચે આવી જશે. પુનીશ અને જુબૈર વચ્ચે ઝગડો શરૂ થઈ જશે અને જુબૈર તેમને ધમકી આપશે. 
 
બિગ બોસ  અવસરને જોતા ગીત ગાવુ શરૂ કરી દેશે.. મેરે સામને વાલી ખિડકી મે.. આ રીતે ઘરના લોકો પડોશીઓ સાથે રૂબરુ થશે.. ત્યારબાદ બધા એક બીજાને જાણવાની કોશિશ કરશે. પણ એ ક્ષણ રસપ્રદ થઈ જશે જ્યારે પડોશીઓની ડિમાંડ ઉભી થશે. લવ ત્યાગી અને વિકાસ વચ્ચે ફોન પર વાત થશે અને તેઓ લંચ માટે કહેશે.  આ કારણે વિકાસ અને લવ વચ્ચે ઝગડો થઈ જશે.
 
હિના અને બેનાફ્શા ઘરનો પ્રથમ દિવસ કેક કાપીને મનાવશે. કારણ કે બંનેની વર્ષગાંઠ છે. આ રીતે બંને ઘરમાં થોડી હળવાશની ક્ષણ લઈને આવશે.