1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
  4. shehnaaz gill will be seen in swayamvar mika ki vohti

Mika Di Vohti: મીકાના સ્વયંવરમાં આવી રહી છે શહેનાજ ગિલ, હવે થશે અસલી એંટરટેનમેંટ

mika ki voti
મિકા સિંહ(Mika Singh)પોતાના રિયાલિટી શોમાં પોતાની દુલ્હન શોધી રહ્યો છે. આ ટીવી શોનું નામ છે સ્વયંવર - મિકા દી વોટી. હવે આ શોમાં દર્શકોની ફેવરિટ શહનાઝ ગિલની એન્ટ્રી પણ થવાની છે. આ સમાચાર મળ્યા બાદ શહનાઝના ફેન્સ ઉત્સાહિત છે.  ઉલ્લેખનીય છે કે બિગ બોસ પછી શહનાઝ ગિલનો સ્વયંવર પણ થઈ ચુક્યો છે. આ શો 19 જૂનથી શરૂ થઈ રહ્યો છે, તો ચાલો જાણીએ કે મિકા દી વોટીમાં શહનાઝનો શું રોલ હશે.


શહનાજ લગાવશે એંટરટેનમેંટનો તડકો 
કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સુંદર યુવતીઓ મીકા સિંહની દુલ્હન બનવા માટે શોમાં આવી રહી છે. શહનાઝ આ રિયાલિટી શોમાં મિકાને પોતાના માટે યોગ્ય વોટી(દુલ્હન)  શોધવામાં મદદ કરશે અને તેને ઘણી ટિપ્સ પણ આપશે. આ શોમાં પહેલીવાર આ જોડીને એકસાથે જોવી એ દર્શકો માટે ચોક્કસ મજેદાર હશે. મીકા થોડો શરમાળ છે અને બબલી શહેનાઝ શોમાં એંટરટેનમેંટનો ચટાકો ઉમેરશે. આ દરમિયાન દર્શકો શહનાઝ ગિલ પાસેથી ડાન્સ પરફોર્મન્સની પણ અપેક્ષા રાખી રહ્યા છે. 
આ લોકોનુ પણ થઈ ચુક્યુ છે સ્વયંવર 
આ શોમાં દર્શકોને જોવા મળે એવુ ઘણુ બધુ છે. જો કે આ શો હજી ઓન-એર નથી, પરંતુ લોકોનો રસ વધી રહ્યો છે કારણ કે શો સંબંધિત અપડેટ્સ આવી રહ્યા છે. પોતાના સમગ્ર કેરિયર દરમિયાન, મિકાએ આપણને અનેક બ્લોકબસ્ટર ગીતો આપ્યા છે. હવે વરઘોડા સાથે આ ગીતો પર ડાન્સ કરવાનો સમય આવી ગયો છે. મિકા સિંહના સ્વયંવર પહેલા રાખી સાવંત, રાહુલ મહાજન, રતન રાજપૂત, મલ્લિકા શેરાવત અને પારસ છાબરાનુ સ્વયંવર પહેલા થઈ ચુક્યુ છે. 
આગળનો લેખ
Priynaka chopra-પ્રિયંકા ચોપડા શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ જુઓ ફોટા