શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:17 IST)

Budget 2018: દેશભરમાં બનશે 5 લાખ WiFi હોટસ્પોટ, 10 હજાર કરોડનો પ્રસ્તાવ

નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે લોકસભામાં સામાન્ય બજેટ 2018 રજુ કરી દીધુ. આ બજેટમાં અનેક મોટી જાહેરાત કરવામાં આવી. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પોતાના ભાષણમાં એલાન કર્યુ કે દેશભરમાં પાંચ લાખ વાઈ ફાઈ હોટસ્પોટ સ્થાપિત કરવામાં આવશે. આ માટે દસ હજાર કરોડનો પ્રસ્તાવ કરવામાં આવશે. 
 
બીજી બાજુ આ પહેલા સામાન્ય બજેટ રજુ કરવા દરમિયાન અરુણ જેટલીએ જણાવ્યુ કે એક લાખ ગ્રામ પંચાયતો હાઈસ્પીડ બ્રોડબેંડ સાથે જોડાયેલી છે. જેટલીએ કહ્યુ કે સ્ટામ્પ ડ્યુટી કાયદામાં સંશોધન પર વિચાર થશે. 
 
સામાન્ય બજેટમાં મુંબઈમા ઉપનગરીય રેલ નેટવર્ક વિસ્તાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર 40 હજાર કરોડ રૂપિયાના રોકાનથી 140 કિલોમીટર ઉપનગરીય રેલ નેટવર્કનો વિસ્તાર કરશે.