શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (16:14 IST)

Expectations Budget 2018 - જાણો આ બજેટ દ્વારા સામાન્ય વ્યક્તિ નાણાકીય મંત્રી જેટલી પાસે શુ આશાઓ રાખે છે

નાણાકીય મંત્રી અરુણ જેટલી 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરશે. સામાન્ય માણસને આ બજેટમાં શુ મળશે અને શુ એવુ હશે જે તેના હાથમાંથી નીકળી જશે તેના પર અટકળો અને અનુમાન ચાલુ છે. સામાન્યથી લઈને ખાસ લોકોને બજેટ દ્વારા અનેક આશાઓ છે. આ આશાઓમાંથી કેટલી સાચી થાય છે એ તો 1 ફેબ્રુઆરીના રોજ જ જાણ થશે. હાલ જાણો લોકોને આ બજેટ દ્વારા શુ શુ છે આશાઓ.. 
 
ટેક્સ સ્લેબ - આવક પર મળનારી છૂટની સીમા વર્તમાન 2.5 લાખથી વધીને 3 લાખ રૂપિયા કરવામાં આવે.  આવકના વર્તમાન ટેક્સ સ્લેબ્સમાં ફેરફર કરી છૂટને વધારવામાં આવે. આ માટે જ્યા હાલ 10 ટકા ટેક્સ લાગે છે તેને 5 થી 7 ટકા કરવામાં આવે. 
 
ઘર ખરીદવુ અને જીએસટી - હોમ લોન પર મળનારી ટેક્સ છૂટને વધારવામાં આવે જેથી ઘર ખરીદવામાં થનારો ખર્ચ ઓછો થઈ શકે. સ્ટાંપ ડ્યુટીમાં પણ રાહત મળે. રિયલ એસ્ટેટ જીએસટી હેઠળ આવે. તેનાથી ઘર ખરીદવુ સસ્તુ થઈ શકે છે. જીએસટી ટેક્સ સ્લેબને ઓછુ કરવામાં આવે અને નાના વેપારીઓ માટે સરળ કરવાની વ્યવસ્થા રહે. 
રોજગાર - દેશમાં રોજગારની વધુ તક ઉભી થાય. આ માટે રોજગાર નીતિ લાવવામાં આવે. નવો વેપાર શરૂ કરવા માટે પ્રોત્સાહન મળે. જેથી નવો રોજગાર ઉભો થાય. 
 
પેટ્રોલ ડીઝલ - પેટ્રોલ-ડીઝલ પર લાગનારી એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવે જેથી વધતી કિમંતોથી રાહત મળે. પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વ્યવસ્થા બજેટમાં કરવામાં આવે. 
 
સેવિગ્સ - સેક્શન 80સીના હેઠળ રોકાણ પર મળનારી છૂટને 2 લાખથી વધુ કરવામાં આવે. આ સ્કીમમાં વર્તમાન સ્કીમ ઉપરાંત લૉ રિસ્ક બોન્ડ સ્કીમને પણ સામેલ કરવામાં આવે. 
 
કાર પર GST ઘટે - કાર પર લાગનારી જીએસટી રેટને ઓછો કરવામાં આવે. જેથી તેને ખરીદવી સસ્તી થાય. ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેના પર લાગનારા જીએસટી રેટને 5 ટકા રાખવામાં આવે. 
રેલવે - રેલવે દ્વારા મુસાફરી સુરક્ષિત કરવા માટે આધુનિક તકનીકના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે આ ઉપરાંત અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવે. રેલ ટિકિટ બુક કરવી સસ્તી થાય અને ઓનલાઈન બુક કરવા પર ઈંસેટિવ મળે. 
 
સ્વાસ્થ્ય - કંપનીઓ તરફથી આપવામાં આવનારા મેડિકલ અલાઉંસ પર ટેક્સ છૂટ વધે જેથી કંપનીઓ કર્મચારીઓને વધુ એલાઉંસ આપે. ખાનગી હોસ્પિટલોને જવાબદાર બનાવવામાં આવે અને વધુ પડતા સ્વાસ્થ્ય ખર્ચ પર કંટ્રોલ મુકવા માટે પગલા લેવામાં આવે. 
 
વરિષ્ઠ નાગરિક - પેંશન પ્લાનને ટેક્સ ફ્રેંડલી બનાવવામાં આવે અને એનપીએસ પર મળનારી ટેક્સ છૂટનો દાયરો વધે. વરિષ્ઠ નાગરિકો માટે આવકની સીમાને વધારવામાં આવે. 
 
શિક્ષણ - એજ્યુકેશન લોનના વ્યાજ દર પર મળનારી છૂટને વર્તમાન 8 વર્ષથી વધારવાની જરૂર છે. દેશમાં શિક્ષણ ક્ષેત્રની પરિસ્થિતિ સુધારવા માટે બજેટ વહેંચણી વધે જેથી સર્વ શિક્ષા અભિયાન જેવા અભિયાનોને ગતિ મળે. 
 
ખેતી - ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રથમ પગલુ ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવા માટે પગલા ઉઠાવાય. કૃષિની બગડતી સ્થિતિને સાચવવા માટે કીટનાશક સહિત અન્ય વસ્તુઓને સસ્તી કરવામાં આવે. 
 
કૈશલેસ લેવડદેવડ - કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર લાગનારા એમડીઆર ચાર્જ છૂટની સીમા 2000ના લેવડદેવડથી વધુ કરવામાં આવે.  રેલવે દ્વારા ટિકિટ બુક કરવા દરમિયાન એમડીઆર ચાર્જ દ્વારા સામાન્ય માણસને છૂટ મળે. 
 
વીમો - ટર્મ, હેલ્થ અને હોમ ઈશ્યોરેંસને અનિવાર્ય કરવામાં આવે પણ તેના પ્રીમીઇયમ પર ટેક્સ છૂટ મળે. ઈશ્યોરેંસ ખરીદવા માટે સામાન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક પ્રોત્સાહનની જાહેરાત બજેટમાં થવી જોઈએ.