મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (15:12 IST)

Budget 2018 - આગામી બજેટમાં દેખાશે જીએસટીની અસર

નાણાકીય મંત્રી અરુણ જેટલી તરફથી સંસદમાં રજુ કરવામાં આવેલ વર્તમાન સરકારનુ અંતિમ પૂર્ણ બજેટ કદાચ પ્રથમ ચાર બજેટથી અલગ હશે. કારણ કે તેના પર ગયા વર્ષે લાગૂ કરવામાં આવેલ વસ્તુ અને સેવા કર (જીએસટી) પ્રણાલીની અસર જોવા મળશે. સંસદનુ બજેટ સત્ર સોમવારે શરૂ થઈ રહ્યુ છે. 
 
આગામી વર્ષે 2019ની પ્રથમ ત્રિમાસિકમાં જ લોકસભા ચૂંટણી છે. આ હિસાબથી ભારતીય જનતા પાર્ટી(ભાજપા) ની વર્તમાન સરકાર માટે આ અંતિમ પૂર્ણ બજેટ છે. સામાન્ય રીતે બજેટના બે ઘટક હોય છે. 
 
પ્રથમ ભાગમાં નાણાકીય વર્ષમાં લાગૂ થનારી નવી યોજનાઓ અને વર્તમાન વિવિધ યોજનાઓ અને ક્ષેત્રો પર થનારા ખર્ચ અને બીજા ભાગમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરની જાહેરાતોનો સમાવેશ થાય છે. 
 
આઝાદી પછી ભારતના રાષ્ટ્રવાદી મધ્યમવર્ગનુ એક સપનુ હતુ કે દેશમાં એકલ પ્રણાલી હોય. આ સપનાને સાકાર કરતા કેન્દ્ર સરકારે ગયા વર્ષે અપ્રત્યક્ષ કર પ્રણાલીમાં વ્યાપક ફેરફાર કરતા અનેક પ્રકારના કેન્દ્રીય અને રાજ્ય કરને બદલે એક કર પ્રણાલી જીએસટીની વ્યવસ્થા લાગૂ કરી. આ બજેટમાં સરકારને અત્યાર સુધી જીએસટીના દાયરામાંથી બહાર રહેલ વસ્તુઓને તેમા સામિલ કરવાની જરૂર રહેશે.  એટલે કે પેટ્રોલિયમ ઉત્પાદ અત્યાર સુધી જીએસટીની હદમાંથી બહાર છે. 
 
આ રીતે સામાન્ય બજેટ 2018-19માં એવા ઉત્પાદો પર સીમા ચાર્જ અને ઉત્પાદ ચાર્જમાં પરિવર્તન કરી શકાય છે. આવક અને નિગમકરમાં પણ જેટલીએ કરદાતાઓને રાહત આપવાના સંકેત આપ્યા છે. જેવુ કે તેમણે કહ્યુ કે કર આધારમાં વિસ્તાર કરવામાં આવ્યો છે. 
 
આંતરરાષ્ટ્રીય સીમા ચાર્જ દિવસના આવસર પર શનિવારે જેટલીએ કહ્યુ હતુ, 'આવકવેરામાં આધારનો મોટો બનાવાયો છે. કારણ કે તેમા વિસ્તાર કરવાન જ હતો. આ રીતે કેટલાક પસંદગીના સમૂહો પાસેથી વધુ કર વસૂલ કરવાની પરંપરામાં ફેરફાર લાવવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં 15 જાન્યુઆરી, 2018 સુધી પ્રત્યક્ષ કર સંગ્રહમાં ગયા વર્ષ કરતા 18.7 ટકાનો વધારો થયો છે. 
 
ઉલ્લેખનીય છે કે 2019માં સામાન્ય ચૂંટણી થવાની છે. તેથી આવતા વર્ષે સરકાર પૂર્ણ બજેટ નહી રજુ કરી શકે અને તેના બદલે લેખાનુદાન રજુ કરવામાં આવશે. જેમા ફક્ત ખર્ચનો સમાવેશ હોય છે.   લેખાનુદાનમાં નવી યોજનાઓ અને કરાધાનમાં ફેરફાર રજુ કરવામાં આવતો નથી. 
 
આ ઉપરાંત અનેક રાજ્યમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી છે. વિશેષજ્ઞોનુ માનીએ તો બજેટમાં ખેતીને વધુ મહત્વ આપવામાં આવશે. કારણ કે ખેતી વિકાસના આંકડામાં ઘટાડો થયો છે અને આ ક્ષેત્રની હાલત ચિંતાજનક છે.