બજેટ 2020 - હેલ્થ સેક્ટર માટે નાણાકીય મંત્રીનુ મોટુ એલાન
69 હજાર કરોડ હેલ્થ સેક્ટર માટે પ્રસ્તાવિત છે.
- પીએમ જનઆરોગ્ય યોજના હેઠળ 20 હજારથી વધુ હોસ્પિટલ પૈનલમાં છે. અમે તેને વધારીશુ
-પીપીપી મોડમાં હોસ્પિટલ બનાવાશે. 112 આકાંક્ષી જીલ્લામાં હશે જ્યા પૈનલમાં હોસ્પિટલ નથી તેમને મહત્વ આપવામાં આવશે. તેનાથી મોટી સંખ્યામાં રોજગાર મળશે.
- મેડિકલ ઉપકરો પર જે ટેક્સ લાગે છે તેનાથી મળનારો પૈસાનો ઉપયોગ હોસ્પિટલ બનાવવામાં કરવામાં આવશે.
- મિશન ઈન્દ્રધનુષ 12 બીમારીઓ સામે લડે છે.
- ફિટ ઈંડિયા મુવમેંટ પણ ચાલી રહ્યુ છે. સ્વચ્છ ભારત મિશન પણ ચાલી રહ્યુ છે.
- ટીબી હારેગા દેશ જીતેગા - આ અભિયાન લોંચ કરવામાં આવ્યુ છે. 2025 સુધી તેને ભારતમાંથી ખતમ કરવામાં આવશે.
- ઓડીએફ પ્લસ જેથી સાફ સફાઈને લઈને જાગૃતતા વધારવામાં આવે. સોલિડ વેસ્ટ કલેક્શન પર ફોકસ રહેશે. 12300 કરોડ રૂપિયા આ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
- દરેક ઘર સુધી પાઈપથી પાણી પહોંચાડવા માટે 3.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં આ સ્કીમ આ વર્ષ સુધી લાગૂ કરવાનુ લક્ષ્ય છે.