શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2023 (14:57 IST)

Train Rules: ટ્રેનમાં જો તમે તમારા બોર્ડિંગ સ્ટેશનથી 10 મિનિટ પછી સીટ પર નથી મળતા તો તમારી ટિકિટ કેંસલ થઈ શકે છે.

જો હવે તમે તમારી ટ્રેનમાં રિઝર્વ સીટ પર મોડા પહોચો છો તો એ તમારે માટે મુશ્કેલી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હવે ટીટીઈ તમારી હાજરી નોંધવા માટે ફક્ત 10 મિનિટની જ રાહ જોશે. 
 
પહેલા એક બે સ્ટેશન પછી પણ મુસાફરો સીટ પર પહોચતા હતા તો પણ ટીટીઈ તેમની હાજરી માર્ક કરી દેતા હતા. પણ હવે આવુ નહી થાય્  ટીટીઈ મુસાફરને ફક્ત 10 મિનિટનો જ સમય આપશે. 
 
હવે ચેકિંગ સ્ટાફ હૈંડ હેલ્ડ ટર્મિનલ દ્વારા ટિકિટ ચેક કરે છે અને તેમા મુસાફરોના આવવા કે ન આવવાની માહિતી આપવાની હોય છે. પહેલા આ વ્યવસ્થા કાગળ પર રહેતી હતી. જેમા ટીટીઈ આગલા સ્ટેશન સુધી રાહ જોઈ લેતો હતો.  
 
એક દૈનિક છાપામા રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ ઓર્ગેનાઈજેશનના અધિકારીના હવાલાથી લખવામાં આવ્યુ છ એકે હવે જે સ્ટેશન પરથી યાત્રા કરવાની છે એ જ સ્ટેશન પર થી જ ટ્રેનમાં ચઢવુ પડશે. 
 
જો કોઈ વ્યક્તિ બોર્ડિંગ સ્ટેશનની 10 મિનિટ પછી પણ  સીટ પર નહીં મળે તો ગેરહાજરી નોંધવામાં આવશે. એ  વાત જુદી રહેશે કે જ્યારે ભીડ હોય ત્યારે TTEને તમારી સીટ પર આવવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે જ્યાં સીટ છે, ત્યાં સમયસર પહોંચવું પડશે.