શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: રાયબરેલી , સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (15:27 IST)

UP : અખિલેશનો PM પર હુમલો, અમિતાભને કહ્યુ - ગુજરાતના 'ગધેડા'ઓનો પ્રચાર કરવો છોડી દે

. ઊંચાહારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ન ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પણ અભિનેતા અમિતાભ બચ્ચનને પણ આડે હાથે લીધા. અખિલેશે અમિતાભ બચ્ચન પર મજાક કરતા કહ્યુ, 'હુ અમિતાભજીને નિવેદન કરીશ કે તે ગુજરાતના ગધેડાઓનો પ્રચાર કરવો છોડી દે. અખિલેશે કહ્યુ, 'એક ગઘેડાની જાહેરાત આવે છે. હુ આ સદીના સૌથી મોટા મહાનાયકને કહીશે તમે ગુજરાતના ગધેડાનો પ્રચાર ન કરો. ઉલ્લેખનીય છે કે અમિતાભ ગુજરાત પર્યટનના એમ્બેસેડર છે. ગુજરાત પર્યટનની તાજી જાહેરાતમાં અમિતાભ બચ્ચન સાથે અનેક ગધેડા બતાવ્યા છે. આ સીટૅ પરથી સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર ગાયત્રી પ્રજાપતિ ચૂંટણી લડી રહી છે. અખિલેશ પ્રજાપતિની ચૂંટણી પ્રચાર માટે જ આ રેલી સંબોધિત કરવા પહોંચ્યા હતા. 
 
ગંગાની સોગંધ ખાય મોદી જી - અખિલેશ 
 
રવિવારે પોતાની ફતેહપુર રેલીમાં પ્રધાનમંત્રીએ અખિલેશ સરકારને કઠેરામાં ઉભા કરતા કહ્યુ હતુ કે સરકાર જો રમઝાન પર વીજળી આપે છે તો તેને દિવાળી પર પણ વીજળી આપવી જોઈએ. પીએમના આ નિવેદનની જવાબી પ્રતિક્રિયા આપતા અખિલેશે કહ્યુ,  મોદીજી ગંગાનુ ખૂબ સન્માન કરે છે. હુ તેમને કહેવા માંગુ છુ કે તેઓ ગંગાની સોગંધ ખાઈને કહે કે વારાણસીને 24 કલાક વીજળી પુરવઠો મળે છે કે નહી. અખિલેશે PM ને સંદેશ આપવાના અંદાજમાં કહ્યુ, દિવાળી અને રમઝાનની વાત પછી કરી લેજો, પહેલા કાશીની વાત કરી લો.  વારાણસી PM મોદીનું સંસદીય ચૂંટણી ક્ષેત્ર છે. 
 
'મન કી બાત પર નિશાન', કહ્યુ કામ ની વાત ક્યારે કરશો ? 
 
મોદીના UP ને મુજે ગોદ લિયા હૈ.. નિવેદનના સંદર્ભમાં અખિલેશે કહ્યુ, પ્રધાનમંત્રીને કાશીએ ચૂંટીને મોકલ્યો છે. તેઓ બનારસ આવે છે તો કહે છે કે ગંગા મૈયાએ બોલાવ્યો છે અને અહી આવે છે તો કહે છે કે UP એ દત્તક લીધો છે. અખિલેશે વિકાસ યોજનાઓમાં વારાણસી સાથે ભેદભાવ કરવાના આરોપોને નકાર્યા. મોદી ના મનની વાત ને નિશાન બનાવતા અખિલેશે કહ્યુ, હવે સમય આવી ગયો છે કે પ્રધાનમંત્રીએ મનની વાતો કરવી છોડીને થોડી જરૂરી વાતો પર ધ્યાન આપવુ જોઈએ.  અમે અનેકવાર તેમના મન કી સાંભળી લીધી છે.  મોદીજી કામની વાત ક્યારે કરશો ? અખિલેશે વિશ્વાસ બતાવ્યો કે વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને બહુમત મળશે અને રાજ્યમાં આગામી સરકાર તેમની જ હશે. અખિલેશે કહ્યુ કે ચૂંટણી જીતીને તેમની પાર્ટી જનતાને આપેલુ દરેક વચન પૂરુ કરશે. 
 
 
અખિલેશે ફરી કર્યો નોટબંધીનો ઉલ્લેખ 
 
આ રેલીમાં પણ એકવાર ફરી અખિલેશે નોટબંધીના મુદ્દા પર મોદી સરકારની આલોચના કરી. અખિલેશે કહ્યુ કે BJP એ આખા દેશને લાઈનમાં ઉભા કરી દીધો. તેમણે કહ્યુ કે બેંકની બહાર લાઈનમાં ઉભા ઉભા લોકોના જીવ પણ જતા રહ્યા અને છતા પણ કેન્દ્ર સરકારે મરનારાઓનો ઉલ્લેખ ન કર્યો. અખિલેશે કહ્યુ કે પ્રદેશની સમાજવાદી પાર્ટી સરકારે લોકોની મદદ કરી. 2014મના લોકસભા ચૂંટણી પહેલા BJP દ્વારા દરેક નાગરિકને 15 લાખ આપવાની વાતનો ઉલ્લેખ કરતા અખિલેશે કહ્યુ, મોદી જી 15 હજાર આપી દેતા લોકોને.