વસંત પંચમી પર શા માટે કરાય છે સરસ્વતી પૂજન?વિધિ અને મંત્ર

વસંત પંચમી 29 જાન્યુઆરી 2020ને છે. ભારતમાં માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિને સરસ્વતી પૂજાના દિવસે રૂપમાં પણ ઉજવાય છે. ધાર્મિક ગ્રંથમાં એવી માન્યતા છે કે આ દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી. પુરાણમાં લખ્યું છે કે સૃષ્ટિને વાણી આપવા માટે બ્રહ્માજી કમંડળથી જળ આપી ચારે દિશાઓમાં છાંટયું. આ જળથી હાથમાં વીણા ધારણ કરી જે શક્તિ પ્રકટ થઈ તે સરસ્વતી કહેલાવી. તેને વીણાનો તાર છેડતા જ ત્રણે લોકોમાં ઉર્જાનો સંચાર થયું અને બધાને શબ્દોની વાણી મળી ગઈ. તે દિવસ વસંત પંચમીનો દિવસ હતું. તેથી વસંત પંચમીને સરસ્વતી દેવીનો દિવસ પણ ગણાય છે. 
વસંત પંચમીનો દિવસ વિદ્યાની અભિલાષા રાખતા માણસ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સૌથી પહેલા માતા સરસ્વતીની પૂજા પછી જ વિદ્યારંભ કરવામાં આવે છે. આવું કરવાથી માતા પ્રસન્ન થાય છે અને બુદ્ધિમાન અને વિવેકશીલ બનવાના આશીર્વાદ આપે છે. વિદ્યાર્થી માટે માતા સરસ્વતીનો સ્થાન સૌથી પહેલુ હોય છે. 
 
વીણા અને જ્ઞાનની દેવી સરસ્વતી 
સરસ્વતીના સ્વરૂપ વર્ણનમાં જ સાચા સારસ્વત માટેનું માર્ગદર્શન સમાયેલું છે. તેને કળા, સંગીત, શિક્ષાની દેવી ગણાય છે. મા શારદેની ચારે બાજુઓ દિશાઓના પ્રતીક છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવાં ધવલ છે; સાચો સારસ્વત પણ તેવો જ હોવો જોઈએ. કુન્દ પુષ્પ સૌરભ પ્રસારે છે, ચંદ્ર શીતળતા બક્ષે છે .
 
આ દિવસે કેવી રીતે કરી દેવીને પ્રસન્ન 
* વસંત પંચમીના દિવસે કોઈ ઉપવાસ નહી હોય માત્ર પૂજા હોય છે. આ દિવસે પીળા વસ્ત્ર પહેરવું. હળદરનો ચાંદલા લગાવીને મીઠા ભાત બનાવીને પૂજન કરવાના વિધાન છે. 
* વિદ્યાર્થીઓ, સંગીતકાર, કળાકાર માટે આ ખાસ મહત્વનો દિવસ છે. તેને તેમના ચોપડીઓ, વાદ્ય વગેરેની પૂજા કરવી જોઈએ. પીળા રંગ સમૃદ્ધિનો સૂચક પણ કહેવાય છે. 
 
દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા આ મંત્રનો જપ કરવું 
ૐ એં સરસ્વતચૈ એં નમ: નો 108 વાર જપ કરવું 
આ પ્રાર્થમા મા ને પ્રસન્ન કરે 
या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिदैवै सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
 
અર્થ જે કુન્દ, ચંન્દ્ર, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે, જે શુભ વસ્ત્રોથી આવૃત્ત છે, જેના હાથ વીણારૂપી વરડંદથી શોભિત છે, જે શ્વેત પદ્મના આસન પર બિરાજમાન છે. જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો પણ નમન કરે છે, એવી નિ:શેષ જડતાને દૂર કરનાર ભગવતી સરસ્વતી મારૂ રક્ષણ કરો. 


આ પણ વાંચો :