શનિવાર, 13 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (17:24 IST)

પર્સમાં જરૂર મુકો આ ચાર વસ્તુ, પછી ક્યારેય નહી થાય પૈસાની સમસ્યા

પૈસા મુકવા માટે મોટાભાગના લોકો પોતાની પાસે પર્સ રાખે છે. પર્સમાં લોકો પૈસાની સાથે સાથે પોતાની જરૂરી વસ્તુઓ પણ રાખે છે.  કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે વર્તમાન દિવસોમાં પૈસાની ખૂબ વધુ ખર્ચ થઈ રહ્યા છે. આવક ઓછી થતી  જઈ રહી છે. 
 
જો તમારી સાથે પણ કંઈક આવુ જ થઈ રહ્યુ છે તો બની શકે કે તમારા પર્સમાં કેટલાક દોષ હોઈ શકે છે. અમે તમને બતાવવા જઈ રહ્યા છે કેટલાક એવા ઉપાય જેને અપનાવવાથી ક્યારેય પૈસાની કમી નહી રહે.  સાથે જ સમૃદ્ધિ આવશે.  તો આવો જાણીએ આ ખાસ ઉપાયો વિશે... 
 
તમારા પર્સમાં વિષમ સંખ્યામાં ગોમતી ચક્રને મુકો. તેનાથી તમને ક્યારેય પૈસાની સમસ્યા નહી થાય. તમે માનસિક રૂપથી પણ મજબૂત રહેશો. ભવિષ્યમાં પણ તમારી આર્થિક સ્થિતિ સુદ્દઢ રહેશે. 
 
ઓવલ વ્હાઈટ સ્ટોન તમારા પર્સમાં મુકો. તેનાથી તમને હંમેશા ખુશીનો અનુભવ થશે. સાથે જ તમે તમારા કાર્યને લઈને સકારાત્મક રહેશો.  જો તમે ખુશ રહેશો તો તમારો પ્રોગ્રેસ થવો ચોક્કસ છે. 
 
- જો તમે ઈચ્છો છો કે તમને ધનની ક્યારેય કમી ન થાય તો આવામાં તમે તમારા પર્સમાં નાનકડુ નારિયળ મુકો. જો આ તમારા નાના પર્સમાં નથી આવી રહ્યુ તો તેને તમારા મોટા પર્સમાં મુકી દો. 
 
 
- આ ઉપરાંત જો પર્સમાંથી વધુ રૂપિયા વપરાય રહ્યા છે તો તમે તમારા પર્સમાં એક પીપળાનુ પાન વાળ્યા વગર મુકી દો. આવુ કરવાથી ક્યારેય તમારા પર્સમાં પૈસાની કમી નહી રહે.