શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 19 જુલાઈ 2022 (17:28 IST)

Money Plant In Vastu મની પ્લાંટ લગાવી રહ્યા છો તો ન કરવી આ ભૂલોં થઈ શકે છે નુકશાન

મની પ્લાંટનુ  વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે. એવી માન્યતા છે કે મની પ્લાંટ ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે. ઘણા લોકો સકારાત્મક ઉર્જાને વધારવા માટે ઑફિસમાં તેમની ટેવલ પર પણ મની પ્લાંટને લગાવીને રાખે છે. પણ મની પ્લાંટને લગાવતા સમયે હમેશા લોકો વાસ્તુના નિયમને નજરઅંદાજ કરે છે જેનાથી મની પ્લાંટ લગાવવાના ફાયદો મળતો નથી. પણ નુકશાન જ હોય છે. આવો જાણી મની પ્લાંટને લગાવતા સમયે કઈ-કઈ વાતની કાળજી રાખવી જોઈએ. 
 
મની પ્લાંટ લગાવતા સમયે આ વાતની રાખવી કાળજી 
- મની પ્લાંટને હમેશા યોગ્ય દિશામાં જ લગાવવો જોઈએ. તેને ક્યારે પણ ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવવો. કહેવાય છે કે આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી આર્થિક નુકશાન હોય છે. સાથે જ ઘરમાં નકારાત્મકતા પણ વધે છે. મનીપ્લાંટને હમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. ભગવાન ગણેશ એવા દેવતા છે જે આ દિશામાં નિવાસ કરે છે અને કલ્યાણ અને સમૃદ્ધિનો પ્રતિનિધિત્વ કરે છે. 
 
- તમે જાણતા જ હશો કે મની પ્લાંટ ઝડપથી વધતો છોડ છે. તેથી આ વાતની કાળજી રાખવી કે આ છોડની ડાળીઓ જમીનને ન અડે. તેની ડાળીઓને એક દોરીથી બાંધીને ઉપરની તરફ કરવી. વાસ્તુ મુજબ વધતી ડાળીઓ વૃદ્ધિ અને સમૃદ્ધિનો પ્રતીક છે. મની પ્લાંટને દેવી લક્ષ્મીનુ એક રૂપ ગણાય છે અને આ જ કારણ છે કે તેને જમીનને અડવા ન દેવુ જોઈએ.  
 
- વાસ્તુ મુજબ મની પ્લાંટ સૂકવો ન જોઈએ. હકીકતમાં સૂકો મની પ્લાંટ દુર્ભાગ્યનો પ્રતીક છે. આ તમારા ઘરની આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે. તેનાથી બચવા માટે મની પ્લાટને નિયમિત રૂપથી પાણી આપતા રહેવો.. જો પાન સૂકવા લાગે તો તેને કાપીને જુદા કરવા. 
 
- મનીપ્લાંટને હમેશા ઘરની અંદર રાખવો. આ છોડને વધારે તડકાની જરૂર નહી હોય છે. તેથી તેને ઘરની અંદર લગાવવો જોઈએ. વાસ્તુ મુજબ મની પ્લાંટને ઘરની બહાર લગાવવો શુભ નથી. આ બહારના મૌસમમાં સરળતાથી સૂકાય  જાય છે અને વધતો નથી. છોડનો રોકાયેલો વિકાસ અશુભ હોય છે. આ આથિક પરેશાનીનુ કારણ બને છે. 
 
-વાસ્તુ મુજબ મની પ્લાંટ ક્યારે પણ બીજાને આપવો ન જોઈએ. એવુ કહેવાય છે કે આ શુક્ર ગ્રહને ક્રોધિત કરે છે. શુક્ર સમૃદ્ધિ અને ખુશહાલીનુ પ્રતીક છે. આવુ કરવાથી હાનિ થાય છે.