શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2023 (12:30 IST)

Vastu Tips: ઘર કે ઓફિસની આ દિશામાં કરો પીળા રંગના માર્બલનો ઉપયોગ, ફરી ક્યારે કોઈ વસ્તુની કમી નહી લાગે

Vastu Tips: આજના વાસ્તુ શાસ્ત્રમાં અમે તમને ઘરના નૈઋત્ય કોણ એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામા ફ્લોરના કલર વિશે બતાવીશુ.  વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર હોય કે ઓફિસ,  આમના દક્ષિણ - પશ્ચિમ ભાગમા યલો કલરના સ્ટોન એટલે કે પીળા રંગના માર્બલની પસંદગી સારી માનવામાં આવે છે. 
 
જો તમે આખા ફર્શ પર યલો સ્ટોન ન લગાવવા માંગો તો તમે આ દિશાના થોડા ભાગમાં યલો સ્ટોન, એટલે કે પીળા રંગનો પત્થર લગાવીને પણ આ દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો.  વાસ્તુ મુજબ આવુ કરવાથી ઘર કે ઓફિસમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી થતી નથી. બધી વસ્તુઓમાં સ્થિરતા કાયમ રહે છે. સાથે જ ઘરમાં માતાનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. 
 
આ વાતોનુ પણ રાખો ધ્યાન
 
જો તમારા ઘરની દિવાલોનો રંગ ખૂબ જ ઘટ્ટ છે તો તમે તમારા ઘરના સ્ટાઈલ માટે વ્હાઈત કે ઓફ વ્હાઈટ માર્બલ  કે પત્થરની પસંદગી કરવી જોઈએ. તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારનુ નુકશાન થતુ નથી.  વાસ્તુ શાત્રનુ માનીએ તો ઘરમાં ફર્શ પર વધુ ઘટ્ટ કે ચટક પ્રિંટવાળી કાર્પેટનો ઉપયોગ ન કરવો જોઈએ.  તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો ફ્લો વધે છે અને ઘરની સુખ-શાંતિમાં પણ અવરોધ આવે છે.