કપૂરના આ ઉપાયોથી ક્યારેય નહી રહે પૈસાની ઉણપ

Last Updated: બુધવાર, 24 ઑક્ટોબર 2018 (13:29 IST)

જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો નિરાશ થ વાની જરૂર નથી. કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. ધન સમસ્યા, વાસ્તુદોષ, રોગ બધી તકલીફોથી કપૂર તમને બચાવી શકે છે. જાણો કેવી રીતે
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં કપૂરની બે ગોળી મૂકો. જ્યારે આ ઓગળી જાય તો ફરી
બે ગોળી મૂકો. સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો એનાથી વાસ્તુદોષ દૂર થાય છે.

- ધનની ઉણપમાંથી ગુજરી રહ્યા છો તો થોડા દિવસો સુધી રાતના સમયે ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ પ્રગટાવો.

- ઘરની પરેશાનીઓનો અંત નથી આવી રહ્યો તો કપૂરને ઘીમાં પલાળી સવાર અને સાંજના સમયે તેને પ્રગટાવો. એમાંથી નીકળતી ઉર્જા દ્વારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે.

- રોગોથી દૂર રહેવા માંગતા હોય તો શનિવારે કપૂરના તેલના ટીંપા પાણીમાં નાખો અને પછી તે પાણીથી સ્નાન કરો.

- જો લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. હવે તેમાં ચોખા અને હળદરને મિક્સ કરી લો ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો.


આ પણ વાંચો :