શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 14 જુલાઈ 2022 (00:46 IST)

Vastu Tips for Tulsi- તુલસીમાં જળ અર્પિત કરતા સમયે બોલવુ આ મંત્ર, 1000 ગણી વધારે થશે સમૃદ્ધિની પ્રાપ્તિ જાણો નિયમ

tulsi
Tulsi Astro Tips- સનાતમ ધર્મમાં તુલસીનો છોડ જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેમજ તુલસીનો લીલોધન છોડ સુખ-સમૃદ્ધિનો પ્રતીક છે. હિંદુ ધરમાં તુલસીને માતા લક્ષ્મીનો રૂપ ગણાયુ છે. તેથી તુલસીની પૂજાને લઈને વાસ્તુના કેટલાક જરૂરી નિયમ જણાવ્યા છે. આ નિયમોના મુજબ તુલસીમાં જળ અર્પિત કરવાથી વ્યક્તિને મારા લક્ષ્મીની કૃપા મળે છે. 
 
વાસ્તુમાં પણ તુલસીના ઘણા નિયમ જણાવ્યા છે. તુલસીને યોગ્ય દિશામાં રાખવાથી હ શુભ ફળ મળે છે.સાથે જ તુલસીમાં જળ આપતા સમયે પણ કેટલીક વાતોની કાળજી રાખવી જોઈએ. માન્યતા છે કે તુલસીની નિયમિત પૂજાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણ્ય્ની કૃપા પણ મળેબ છે. આવો જાણીએ તુલસીમાં જળ આપવાના કેટલાક જરૂરી નિયમ વિશે 
 
તુલસીમાં જળ આપવાના નિયમ 
- શાસ્ત્રો મુજબ વગર સ્નાન કરવુ તુલસીને અડવુ પાપ ગણાય છે. તેથી હમેશા સ્નાન કર્યા પછી જ તુલસીમાં જળ અર્પણ કરવું. 
- માન્યતા છે કે તુલસીમાં જળ અર્પિત કરવાથી પહેલા કઈક ખાવુ ન જોઈએ. 
- એવુ પણ માનવુ છે કે તુલસીમાં જળ અર્પિત કરતા સમયે વગર સિવડાવેલ એક કપડા ધારણ કરવું અને તેને પહેરીને જ જળ અર્પિત કરવું. 
- માન્યતા છે કે તુલસીમાં રવિવારના દિવસે જળ અર્પિત ન કરવું. આ દિવસે માતા આરામ કરે છે. 
- જ્યોતિષના મુઉજબ એકાદશીના દિવસે પણ તુલસીમા& જળ અર્પિત ન કરવું. માન્યતા છે કે આ દિવસે માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. 
- તુલસીમાં વધારે પાણી ન નાખવુ. સાથે જ માન્યતા છે કે સૂર્યોદયના સમયે જ તુલસીને જળ આપવુ શુભ ગણાય છે. 
 
તુલસીનો છોડ આ દિશામાં લગાવવુ ઉત્તમ 
વાસ્તુ જાણકારોનો માનવુ છે કે તુલસીનો છોડ હમેશા પૂર્વ દિશામાં જ લગાવવુ જોઈએ. તે સિવાય ઉત્તર પૂર્વ દિશામાં પણ તુલસીનો છોડ લગાવી શકાય છે. માન્યતા છે કે આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. અને છોડ લીલોછમ રહી શુભ ફળ આપે છે. પણ ભૂલીને પણ તુલસીના છોડને દક્ષિણ દિશામાં ન રાખવું. 
 
જળ અર્પિત કરતા સમયે બોલવુ આ એક મંત્ર 
જ્યોતિષશાસ્ત્રના મુજબ તુલસીના છોડને જળ અર્પિત કરતા સમયે આ એક ખાસ મંત્ર બોલવુ. તો સમૃદ્ધિનો વરદાન 1000 ગણુ વધી જાય છે. આટલુ જ નહી આ મંત્રના ઉચ્ચારણથી વ્યક્તિ રોગ, શોક, રોગ -વ્યાધિ વગેરેથી છુટકારો મળી જાય છે.