ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. વાયબ્રંટ ગુજરાત
Written By વેબ દુનિયા|

2013 વાઈબ્રંટ ગુજરાત સમિટની તૈયારીઓ શરૂ

P.R

ભાજપ સરકારે હજુ વિધાનસભાની ચૂંટણી બાકી છે તે પહેલા જ 2013ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ માટે ઉદ્યોગ વિભાગમાં મીટીંગોનો દોર પણ શરૂ કરી દેવાયો છે. કયા મહાનુભાવને બોલાવવા અને કેવી રીતે આયોજન કરવું તેના માટે સમિતિ પણ નીમી દેવામાં આવી છે. જીએમડીસી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત-2013ના નામે 10મીએ એક પ્રદર્શન પણ યોજવામાં આવશે.

સૂત્રોના જણાવ્યામુજબ દર બે વર્ષે યોજાતા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે સરકાર દ્વારા હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે. સચિવાલયમાં આ સંબંધે મીટીંગોનો દોર શરૂ કરી દેવાયો છે.

ઉદ્યોગ અને નાણા વિભાગના રાજયકક્ષાના મંત્રી સૌરભ પટેલ અને ઉદ્યોગ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મહેશ્વર શાહુની દેખરેખમાં પ્રાથમિક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

સમિટમાં વિદેશના કયા રાજદ્રારીઓ આવશે તેની કવાયત પણ ચાલી રહી છે. આ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આવે તેવી શકયતા છે. અમદાવાદમાં જીએમડીસી ખાતે 10મી તારીખે સમિટ પર એક પ્રદર્શન પણ યોજાવાનું છે.

જેમાં મંત્રી સૌરભ પટેલ અને ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આગામી સમિટ પણ મોટાભાગે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે જ યોજાશે. તેમાં તેવી વ્યવસ્થા કરવી તે માટે પણ વિચારણા થઇ રહી છે.

નવાઇની વાત એ છે કે હજુ 2012ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની બાકી છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ જામે તેવા અત્યારથી જ એંધાણ શરૂ થઇ રહ્યા છે.

ચૂંટણી પછી કયો પક્ષ સત્તા પર આવશે તેનો નિર્ણય થશે ત્યારે વર્તમાન ભાજપ સરકાર અને વહીવટી તંત્રએ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.