નવી ટેકનોલોજીનો અવસર વિશ્વમાં ગૌરવ અપાવશે
એલએંડટી અને મિત્સુબિસીના નવા પ્લાંટ
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હજીરામાં એલએંડટી અને મિત્સુબિસીના સંયુક્ત સાહસરૂપે ટર્બાઈન જનરેટર પ્લાનનુ ઉદ્દઘાટન કરતા ગુજરાતના પુરૂષાર્થ અને ઓળખની વિશ્વમાં ગણના અને ગૌરવ થયા છે. એવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યુ કે જે ટૂંકાગલામાં આ મહાકાય એકમ કાર્યંવિત થયો તેનાથી ભારતીય કૌશલ્ય, કાર્યદક્ષતા અને કાર્ય સંસ્કૃતિના વિશ્વને દર્શન થયા છે. આ મેન્યુફેક્ચરિંગ પ્લાંટનો કાર્યભાર આખા હિન્દુસ્તાનને વીજળીની રોશનીથી ઝળહળાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે નવી ટેકનોલોજીનો આ ઐતિહાસિક અવસર ભારતની માનવશક્તિના પુરૂષાર્થની દક્ષતાને વિશ્વભરમાં ગૌરવ આપવે છે. સૂરતના હજીરામાં એલએંડટી ઈન્દસ્ટ્રીયલ કોમ્પલેક્સમાં રૂ. 500 કરોડના મૂડીરોકાણથી એનર્જી પાવર જનરેશન માટેની સુપર ક્રિટિકલ ટેકનોલોજી આધારિત આ ટર્બાઈન જનરેટરનો મેન્યુફેક્ચરિંગ પ્લાંટસ આજથી કાર્યરત થયો હતો. 27
મહિનાના આ પ્લાંટ કાર્યરત કરવા માટે કંપની સંચાલકોને અભિનંદન આપતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે સુરતની ભયંકર પુર હોનારતમાં એલએંડટીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોંસીબિલીટીનુ પ્રેરક દ્રષ્ટાંત પુરૂ પાડ્યુ હતુ. વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2011માં જાપાન અને કેનેડાની ભાગીદારીએ ગુજરાતની ક્ષમતાનો વૈશ્વિક સ્તરે પરિચય આપ્યો છે. એમ પણ તેમને જણાવ્યુ હતુ. જાપાનના એમ્બેસેડર શ્રીયુત હિદાયકી ડુમેટીએ જણાવ્યુ હતુ કે તેમણે 3 વર્ષ અગાઉ જણાવેલુ કે ગુજરાત પૂંજી નિવેશ માટે શ્રેષ્ઠ રાજ્ય પૈકીનુ એક છે. તે વાત આજે પણ એટલી જ સત્ય છે. તેમણે ઔધોગિક વિકાસના ક્ષેત્રે ગુજરાત અને જાપાનની ભાગીદારીને આવકારી હતી.