ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. વાયબ્રંટ ગુજરાત
Written By વેબ દુનિયા|

યુવા ઉદ્યોગ સાહસિકો માટે એક્ઝિબિશન ફાયદારૂપ - મોદી

મોદી દ્વારા હાઈટેક એક્ઝિબિશન ખુલ્લુ મુકાયુ

P.R
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં નિર્માણાધીન મહાત્મા મંદિર પરિસરમાં ગ્લોબલ ગુજરાતની અનુભૂતિ કરાવતા હાઈટેક મેગા એક્ઝિબિશનને ખુલ્લુ મુકતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મેન્યુફેક્ચરીંગ ઈંડસ્ટ્રીઝ સહિત ઉદ્યોગ વિકાસના ક્ષેત્રે હાઈટેક ટેકનોલોજી માટેનુ આ મેગા એક્ઝિબિશન વિશેષ કરીને યુવા ઉદ્યોગ સાહસિકોને માટે આધુનિક ટેકનોલોજી આધારિત ગ્લોબલ ઈંડસ્ટ્રીયલ ડેવલોપમેંટનું દર્શન કરાવશે. મહાત્મા મંદિરના નિર્માણનો પ્રોજેકટમ માત્ર સાત જ મહિનામાં વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજનાના તબક્કે વિક્રમ સર્જયો છે અને ભારતનુ આ પ્રકારનું સૌથી વિશાળ આધુનિકતમ પ્રદર્શન છે, તેમ તેમણે જણાવ્યુ હતુ.

વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ જ્યા યોજાઈ રહી છે તે મહાત્મા મંદિરના પરિસરમા6 33000 ચો.મીટરમાં આ ભવ્ય હાઈટેક મેગા એક્ઝિબિશનનો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાતની યશસ્વી વિકાસયાત્રાના અને 18 જિલ્લા ડેવલોપમેંટ સેક્ટર્સમાં ભવિષ્યના વિકાસની અસીમ શક્યતા ધરાવતા થીમ પેવેલિયનો સહિત 45 દેશોના અને ભારતના 19 રાજ્યોના 300 જેટલા સ્ટોલ્સ આ એક્ઝીબિશનમાં પ્રસ્તુત થયા છે.

P.R
મુખ્યમંત્રીએ ગ્લોબલ ગુજરાતની ઝાંખી કરાવતા પ્રકાશનોનુ વિમોચન અને ગુજરાત ત્રિમાસિક અંગ્રેજી મેગેઝીનનુ લોંચિંગ કર્યુ હતુ. અન્ય મહાનુભાવોના હસ્તે પણ વિવિધ વિશેષતા આધારિત કોફી બુક પ્રકાશનોનુ વિમોચન થયુ હતુ

મુખ્યમંત્રીએ અત્યાર સુધી જે ચાર વાયબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિત યોજાઈ તેની ઉત્તરોત્તર સફળતા અને ગુણાત્મક પરિણામોની ભૂમિકા સાથે જણાવ્યુ કે પાંચમી ગ્લોબલ સમિત-2011ના ગુજરાતના સ્વર્ણિમ જયંતી અવસરે યોજાઈ છે. ત્યારે 2003થી શરૂ થયેલ વાયબ્રંટ ગુજરાતની ગ્લોબલ સમિટે નવા પરિણામો હાંસિલ કર્યા છે. મેગા એક્ઝિબિશનનો મહિમા રજૂ કરતા મોદીએ જણાવ્યુ કે એમા પહેલીવાર ટેકનીકનો ડેવલોપમેંટમાં કંઈ રીતે વિનિયોગ થાય તેની પ્રસ્તુતિ કરવામાં આવી છે. 45 દેશ અને 19 રાજ્યો સહિત 500 કંપનીઓની આ એક્ઝિનિશનમાં સહભાગીતા ગુજરાતની વૈશ્વિક શક્તિની પ્રતિતિ કરાવે છે.

વિકાસની ગુજરાતની શક્તિનો આ સાક્ષાત્કાર ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસ અને રાષ્ટ્રીય સ્વાભિમાનનની ઐતિહાસિક અવસર બનશે. ભારતના રાજ્યોએ વિકાસમાં વિવાદ નહીની ઈચ્છાશક્તિ અને ભાગીદારીઓ નવો રાહ અપનાવ્યો છે તે માટે તમામ રાજ્યો અને જાપાન અને કેનેડા સહિત 45 દેશોના પ્રતિનિધિત્વ અને સહભાગીતાનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.