1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
  4. aarogo nandlal re lyrics in gujarati

આરોગો નંદલાલ થાળ lyrics

આરોગો નંદલાલ થાળ lyrics
આરોગો ને નંદલાલ! રે મારી પ્રેમ ની થાળી..(૨)
જમવા આવોને નંદલાલ રે મારા ભાવ ની થાળી..(૨)
આરોગો ને નંદલાલ! રે મારી પ્રેમ ની થાળી..(૨)
મેં તો રસોઈ મારા હાથે બનાવી..(૨)
પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી,
આરોગો નંદલાલ! રે મારા પ્રેમ ની થાળી
ભાત રે ભાતના ભોજન બનાવીયા..(૨) 
વિધ વિધનાં છે પકવાન રે મારા પ્રેમ ની થાળી 
આરોગો ને નંદલાલ! રે મારા પ્રેમ ની થાળી,
જળ રે જમનાજી ની ઝારી ભરી લાવું..(૨) 
આચમન કરો રે મોરાર રે મારા પ્રેમ ની થાળી 
 
આરોગો ને નંદલાલ! રે મારા પ્રેમ ની થાળી,
લવિંગ સોપારીને પાન ના  બીડલાં..(૨)
મુખવાસ કરોને મોરાર રે મારા પ્રેમ ની થાળી 
આરોગો ને નંદલાલ! રે મારા પ્રેમ ની થાળી,
મખમલનું આશાન આપું રે અલબેલા..(૨) 
પ્રાણજીવન તમ કાજ રે મારા પ્રેમ ની થાળી 
 
આરોગો ને નંદલાલ! રે મારા પ્રેમ ની થાળી,
માધવદાસ ના સ્વામી શામળીયા..(૨)
તમ પર જાઉં બલિહાર રે મારા પ્રેમ ની થાળી 
આરોગો ને નંદલાલ! રે મારા પ્રેમ ની થાળી,
જમવા આવોને નંદલાલ રે મારા ભાવ ની થાળી
આરોગો ને નંદલાલ! રે મારા પ્રેમ ની થાળી,
શ્રી કૃષ્ણ કનૈયા લાલ ની જય
આગળનો લેખ
શ્રી કૃષ્ણ ભગવાનનો થાળ