કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની વિશે શુ તમે આ દસ વાત જાણો છો ?
1. મહેન્દ્ર સિંહ ધોનીનો પ્રથમ પ્રેમ ફુટબોલ રહ્યો છે. તેઓ પોતાના શાળાની ટીમમાં ગોલકીપર હતા. ફુટબોલ સાથે તેમનો પ્રેમ રહી રહીને જાહેર થતો રહ્યો છે. ઈંડિયન સુપર લીગમાં તેઓએ ચૈન્યેન એફસી ટીમના માલિક પણ છે. ફુટબોલ પછી તેમને બેડમિંટન પણ ખૂબ પસંદ હતુ.
2. આ રમત ઉપરાંત ધોનીને મોટર રેસિંગનો પણ ખાસ શોખ છે. તેણે મોટરરેસિંગમાં માહી રેસિંગ ટીમના નામની એક ટીમ પણ ખરીદી છે.
3. મહેન્દ્ર સિંહ ધોની પોતાના વાળની સ્ટાઈલ માટે પણ જાણીતા રહ્યા છે. એક સમયે લાંબા વાળ માટે જાણીતા ધોની સમય સમય પર હેયર સ્ટાઈલ બદલતા રહે છે. પણ શુ તમને ખબર છે કે ધોની ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમના વાળના દિવાના છે.
4. મહેન્દ્ર સિંહ ધોની 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટિનેંટ કર્નલ બનાવાયા. ધોની અનેકવાર કહી ચુક્યા છે કે ભારતીય સેનામાં જોડાવવુ તેમનુ બાળપણનું સપનુ હતુ.
5. મહેન્દ્ર સિંહ ધોની મોટરબાઈક્સના ખાસા દિવાના રહ્યા છે. તેમની પાસે એકથી એક ચઢિયાતી લગભગ બે ડઝન આધુનિક મોટર બાઈક છે.
6. મહેન્દ્ર સિંહ ધોનીને કારોનો પણ ખૂબ શોખ છે. તેની પાસે હમર જેવી અનેક મોંધી કાર છે.
7. મહેન્દ્દ્ર સિંહ ધોનીનુ નામ અનેક હાઈ પ્રોફાઈલ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યુ પણ તેણે ચાર જુલાઈ 2010ના રોજ દેહરાદૂનની સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા.
8. એમએસ ધોનીને એક ક્રિકેટર તરીકે પહેલી નોકરી ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટરના રૂપમાં મળી. ત્યારબાદ તેઓ એયર ઈંડિયાની નોકરી કરવા લાગ્યા. ત્યારબાદ તેઓ એન શ્રીનિવાસનની કંપને ઈંડિયા સીમ્ટેસના અધિકારી બની ગયા.
9. એમએસ ધોની દુનિયા ભરમાં સૌથી વધુ કમાનારા ક્રિકેટર રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેની સરેરાશ આવક 150થી 190 કરોડ રૂપિયા વાર્ષિક રહી છે.
