સોમવાર, 28 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2016 (15:49 IST)

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી શંકર ચોધરીને નકલી ડીગ્રી મામલે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી શંકર ચોધરીને નકલી ડીગ્રી મામલે સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી કોર્ટે નકારી કાઢી છે. જેના લીધે તેમને રાહત મળી છે.  ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરી પર નકલી ડિગ્રીના આરોપ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ હતી. આ કેસમાં તમામ પક્ષોની દલીલને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. શંકર ચૌધરી સામે થયેલી અરજીમાં લોકોને અને ચુંટણીપંચને ગેરમાર્ગે દોરીને ચુંટણી જીતવા બદલ ચૌધરીને ગેરલાયક જાહેર કરવાની માગ કરાઈ હતી.

પરંતુ આ કેસમાં રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે, જો હાઈકોર્ટ શંકર ચૌધરી ઉપરના કેસમાં સજા પણ થશે તોપણ તેમનું મંત્રીપદ નહીં જવાની વાત કરી હતી. અગાઉની સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને એક નોટિસ ફટકારી હતી, અને ટકોર કરતા કહ્યું હતું કે, ચુંટણી પંચ હાથ ઉપર હાથ રાખી બેસી ના રહે. આ મુદ્દાની તપાસ થવી જોઇએ. હાઈકોર્ટે રાજ્ય સરકારની પણ ઝાટકણી કાઢી હતી.
રાજ્ય સરકારના મંત્રી શંકર ચૌધરીની બોગસ ડિગ્રી મામલે હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, શંકર ચૌધરીએ વર્ષ ૧૯૮૭માં ધોરણ-૧૨ ની પરીક્ષા આપી હતી. વર્ષ૨૦૧૧ માં ધોરણ-૧૨ પાસ થયાનું સર્ટિ મેળવ્યું છે. અને વર્ષ-૨૦૧૨ માં MBAની ડિગ્રી મેળવી છે. આર ટીઆઈ હેઠળ મળેલા તમામ જવાબથી કૌભાંડનો ખુલાસો થયો હતો .