ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2019 (15:23 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લાઇટિંગનો રાત્રિ નજારો માણશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આગામી ડિસેમ્બર માસમાં નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાાકાતે આવી શકે છે. કેવડિયા કોલોની સિૃથત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન  અન્ય પ્રોજેક્ટ ખુલ્લા મૂકશે. એટલુ જ નહીં, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી લાઇટોનો અદભુત નજારો જોવા પણ વડાપ્રધાને ઇચ્છા વ્યક્ત કરી છે. તે જોતાં નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં રાત્રી રોકાણ કરીને લાઇટીંગનો નજારો માણશે. 

આગામી ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ગુજરાત પ્રવાસ આવી શકે છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હજુય ઘણાં પ્રોજેક્ટ આકાર પામી રહ્યાં છે. જંગલ સફારી પાર્ક સહિત અન્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે છે. આ નવા આકર્ષણ પ્રવાસીઓ માટે નજરાણું બની રહેશે. અત્યારે રોજના હજારો પ્રવાસી ગુજરાતભરમાંથી નહી પણ દેશભરમાંથી આવી રહ્યાં છે તે જોતાં પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે માટે પણ પ્રધાનમંત્રી કાર્યાલયથી ફિઝીબિલીટી  રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે. 

હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાત્રે લેસર શો અને રંગબેરંગી લાઇટોનો અદભુત નજારો માણવો એ પણ એક લહાવો બની રહ્યો છે. ખુદ વડાપ્રધાન પણ આ અદભુત નજારો જોવા ઇચ્છુક છે પરિણામે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાત્રી રોકાણ કરશે તેવી માહિતી સાંપડી છે. અત્યારે વડાપ્રધાનના કાર્યક્રમની તારીખને લઇને પીએમઓ સાથે વાતચીત ચાલી રહી છે.

આ ઉપરાંત અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટના નવા બિલ્ડીંગ લગભગ તૈયાર થઇ ચૂક્યુ છે.  આ નવનિર્મિત બિલ્ડીંગનુ ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવા આયોજન કરાયુ છે. આ બધાય કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.