શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (14:00 IST)

512 kg onion- 512 કિલો ડુંગળીના ખેડૂતને મળ્યા 2 રૂપિયા

Sell 512 kg Onion: દેશમાં ખેદૂતોની સ્થિતિ છુપાવી શકાય એમ નથી. આપણે મોટાભાગે સાંભળી છીએ કે જ્યાં ખેડૂતો તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. વેપારીઓ અને વચોટિયાની જાળ ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં તેમનો પાક ખરીદી લે છે, જેના લીધે તેમની આર્થિક સ્થિતિ જૈસે થે જેવી જ રહે છે. કંઇક આવો કિસ્સો મહારાષ્ટ્રથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતે જિલ્લાના એક વેપારીને 512 કિલો ડુંગળી વેચી. જેમાં તેણે ફક્ત 2.49 રૂપિયાનો નફો થયો. 
 
સોલાપુરના બરશી તાલુકામાં રહેનાર 63 વર્ષીય ખેડૂત રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે તેમની ડુંગળીની ઉપજ સોલાપુર માર્કેટ યાર્ડમાં 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઇ. તેમણે જણાવ્યું કે તમામ કાપકૂપ બાદ તેમને ડુંગળી માટે ફક્ત આ મામૂલી રકમ પ્રાપ્ત થઇ. રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે હું સોલાપુરમાં એક ડુંગળીના વેપારીને વેચવા માટે 5 ક્વિંટલથી વધુ વજનની 10 બેગ ડુંગળી મોકલી હતી. તેમણે જણાવ્યું કે પાંચ ક્વિટલ ડુંગળીનું લોડિંગ, ટ્રાંસપોર્ટ અને બીજા કામો માટે પૈસા કાપ્યા બાદ, મને ફક્ત 2.49 રૂપિયા નફો મળ્યો.