બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી પૂજા
Written By
Last Updated : ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2022 (18:26 IST)

16 શ્રૃંગારથી માતાની આરાધના - નવરાત્રીમાં સૌભાગ્ય સામગ્રીથી કરવામાં આવેલી શક્તિ પૂજા વધારે છે સુખ અને સમૃદ્ધિ

16 sringaar
નવરાત્રીમાં દેવીને સોળ શૃંગારની વસ્તુઓ ચઢાવવામાં આવે છે. સોળ શૃંગારની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. દરેક યુગ અને સભ્યતામાં શૃંગારની વસ્તુઓ હતી. જે પત્થર અને અનેક પ્રકારની ધાતુઓથી બનેલી રહેતી હતી. આ આજે પણ ખોદકામમાં મળે છે. 
 
જ્યોતિષ મુજબ ઋગ્વેદ સહિત પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાં પણ સોળ શૃંગારનો ઉલ્લેખ કરવામાં આવે છે. 
એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી માત્ર સુંદરતા જ નહીં પરંતુ સૌભાગ્ય પણ વધે છે. પ્રાચીન સમયથી મહિલાઓને મેકઅપ કરવાની સલાહ આપવામાં આવે છે. યોગીઓ અને ઋષિઓએ તેનું મહત્વ જણાવ્યું છે. આજે કેટલાક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે મેકઅપની વસ્તુઓ સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ છે. તેઓ હોર્મોન્સને નિયંત્રિત કરે છે.
 
દેવીના સોળ શૃંગાર 
દેવી પુરાણ અનુસાર નવરાત્રિ દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે તેમનો સોળ શૃંગાર કરવામાં આવે છે. માતાના શૃંગારમાં લાલ ચુંદડી, બંગડી, અત્તર, સિંદૂર, વીંછી, મહાવર, મહેંદી, કાજળ, ફૂલ ગજરો, કંકુ, બિંદી, ગળા માટે માળા અથવા મંગળસૂત્ર, ઝાંઝરા, નથ, કાનની બુટ્ટી અને કમર માટે ફૂલોની વેણીનો ઉપયોગ થાય છે.
 
16 શૃંગારમાં લિપસ્ટિક અને આઇ લાઇનર નહી 
દેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ પર્વ દરમિયાન સોળ શૃંગાર કરવા જોઈએ અને દેવીને આ વસ્તુઓ પણ ચડાવવી જોઈએ. પરંતુ, લિપસ્ટિક, પાવડર, આઈ લાઇનર અને નેલ પોલીશ જેવી વસ્તુઓ દેવીને ન ચઢાવવી જોઈએ. કેમિકલથી બનેલા આ સૌંદર્ય પ્રસાધનોનો ઉલ્લેખ ગ્રંથોમાં પણ નથી.
 
માતના શૃંગારનુ મહત્વ 
નવરાત્રીમાં માતાને સોળ શૃંગાર ચઢાવવો શુભ હોય છે. તેનાથી સુખ અને સમૃદ્ધિ વધે છે અને અખંડ સૌભાગ્ય પણ મળે છે. દેવીને સોળ શૃંગાર ચઢાવવાની સાથે જ મહિલાઓએ પોતે પણ સોળ શૃંગાર જરૂર કરવો જોઈએ. આવુ કરવાથી મન પ્રસન્ન થાય છે અને દેવી કૃપા પણ મળે છે. 

Edited by - Kalyani Deshmukh