સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2024 (12:15 IST)

હિજાબ પછી જીંસ અને ટીશર્ટ પહેરવા પણ બેન મુંબઈના કૉલેજનુ નિર્ણયથી વિદ્યાર્થી હેરાન

girls in college
Mumbai College News: હિજાબ બેન પછી મુંબઈના કોલેજમાં જીંસ અને ટીશર્ટ પર પણ પ્રતિબંધ લગાવી નાખ્યો છે. ચેંબૂરના એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજમાં સોમવારે જીંસ અને ટી-શર્ટ પહેરીને આવેલા વિદ્યાર્થીઓને ગેટ પર જ અટકાવવામાં આવ્યા હતા.
 
કોલેજે નવો ડ્રેસ કોડ જારી કર્યો છે. થોડા દિવસ પહેલા જ બોમ્બે હાઈકોર્ટે કોલેજમાં હિજાબ પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી દીધી હતી.આચાર્ય એન્ડ મરાઠે કોલેજ દ્વારા 27 જૂને જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર ફાટેલા જીન્સ, ટી-શર્ટ, ખુલ્લા કપડા અને જર્સીની મંજૂરી નથી. આ નોટિસ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિદ્યાગૌરી લેલે દ્વારા 
 
જારી કરવામાં આવી છે. તે કહે છે, 'વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ઔપચારિક અને યોગ્ય પોશાક પહેરવો જોઈએ. તેઓ હાફ-શર્ટ અથવા ફુલ-શર્ટ અને ટ્રાઉઝર પહેરી શકે છે.
 
ગર્લ સ્ટુડન્ટ્સ માટે કૉલેજ ડ્રેસ કોડ
કોલેજની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'છોકરીઓ કોઈપણ ભારતીય અથવા પશ્ચિમી પોશાક પહેરી શકે છે. વિદ્યાર્થીઓએ ધર્મ અથવા સાંસ્કૃતિક અસમાનતાને પ્રતિબિંબિત કરતો કોઈ પોશાક પહેરવો જોઈએ નહીં.
 
ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન રૂમમાં નકાબ, હિજાબ, બુરખો, સ્ટોલ, કેપ, બિલ્લા વગેરે કાઢી નાખવાના રહેશે અને તે પછી જ તેઓ આખા કોલેજ કેમ્પસમાં ફરી શકશે.
 
ઘણા વિદ્યાર્થીએ ગોવંડી નાગરિક સંધના અતીક ખાનથી ફરિયાદ કરી. ખાને દ ઈંડિયન એક્સપ્રેસથી વાતચીતમાં કહ્યુ ગયા વર્ષે તેણે હિજાબ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ વર્ષે જીંસ અને ટી શર્ટ પર રોક લગાવી નાખી છે કે ન માત્ર કોલેજ જતા યુવાઓ પહેરે છે પણ બધા ધર્મ અને જેંડરના લોકો પણ પણ કોલેજનુ કહેવુ છે કે તે માત્ર વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગત માટે તૈયાર કરે છે કરી રહ્યા છીએ. 
 
કોલેજના પ્રિન્સિપાલની દલીલ
કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. લેલેએ જણાવ્યું હતું કે 'અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ યોગ્ય કપડાં પહેરે. અમે કોઈ યુનિફોર્મ લાવ્યા નથી, પરંતુ તેમને ઔપચારિક ભારતીય અથવા પશ્ચિમી કપડાં પહેરવાનું કહ્યું છે. છેવટે,
આ તે છે જે તેઓને નોકરી મળી જાય પછી પહેરવાની અપેક્ષા રાખવામાં આવશે. પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર એડમિશન વખતે જ વિદ્યાર્થીઓને ડ્રેસ કોડ વિશે માહિતી આપવામાં આવી હતી.

Edited By- Monica sahu