રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 6 જુલાઈ 2021 (15:53 IST)

કોંગ્રેસમાં મોટા ફેરફારની હવા, પાર્ટી બનાવી શકે છે ગાંધી પરિવારના બહારના વ્યક્તિને અધ્યક્ષ

કોંગ્રેસના આગામી થોડા મહિનામાં મોટા ફેરફાર થઈ શકે છે. સંગઠનથી લઈને રાજ્યો સુધી તેની અસર જોઈ શકાય છે. પાર્ટીની અંદર જ ઉઠી રહેલ તમામ વિરોધાભાસ અવાજ અને બીજા સહયોગી દળોના દબાણની વચ્ચે પાર્ટી હવે ખુદને સક્રિય મોડમાં જોવા માંગે છે. સૂત્રો મુજબ પાર્ટીમાં મોટા ફેરફાર માટે ત્રણ ફોર્મૂલા નક્કી કરવામાં આવ્યા છે. જેના હેઠળ પાર્ટીને ગાંધી પરિવારની બહારના અધ્યક્ષ મળી શકે છે. જેનો વિકલ્પ તેથી બનાવાય રહ્યો છે કે રાહુલ ગાંધી હજુ પણ પરિવારથી અલગ કોઈને અધ્યક્ષ બનાવવાની પોતાની વાત પર કાયમ છે.  આવામાં જો આ દબાણ બની રહ્યુ છે તો આ માટે પણ પાર્ટી હવે ખુદને તૈયાર કરી રહી છે. 
 
લોકસભામાં નેતા વિપક્ષ બની શકે છે રાહુલ 
 
આવી પરિસ્થિતિમાં રાહુલ ગાંધી પોતે લોકસભામાં વિપક્ષી નેતા બનવા માટે તૈયાર થઈ શકે છે. બીજા ફોર્મ્યુલા હેઠળ પાર્ટી સોનિયા ગાંધીને 2024 સુધીમાં પૂર્ણ-સમય પ્રમુખ બનાવવાનો આગ્રહ કરી શકે છે. ત્રીજા ફોર્મ્યુલા હેઠળ ફક્ત રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનવા માટે દબાણ કરી શકાય છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ પાસે પાર્ટીના નેતૃત્વને ફરીથી મેળવવાનો સતત વિકલ્પ હતો, પરંતુ તે પોતે આ પદ માટે તૈયાર નથી.
 
હવે હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદની આગ 
 
હરિયાણામાં વિપક્ષીદળ કોંગ્રેસની વચ્ચે ફાટી નીકળેલી જૂથવાદ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે. ભૂતપૂર્વ સીએમ ભુપિંદર સિંહ હૂડા જૂથના 22 ધારાસભ્યોએ સોમવારે કુમારી સેલ્જા સામે મોરચો ખોલ્યો હતો. આ બધાર દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી. તેમની માંગ હતી કે શૈલજાને હટાવીને હૂડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે. હૂડ્ડા તરફી ધારાસભ્યોનુ તર્ક છે કે ઈનૈલો સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાના બહાર નીકળવાના કારણે જાટ વોટ બેંક હાથમાંથી સરકી શકે છે.  ચૌટાલાને રોકવા માટે હુડ્ડાને 'ફ્રી હેંડ' આપવો જરૂરી છે.