મેષ - મિત્રતા
મેષ રાશી વાળા ને કુંભ રાશી સાથે વધુ ગાઢ મિત્રતા થાય છે. આ ઉપરાંત સિંહ, ધન અને મિથુન રાશી સાથે મિત્રતા રહે છે. તેમને મિથુન સાથે વિવાદ રહે છે. જ્યારે કર્ક અને મકર રાશી સાથે પણ બનતું નથી. તુલા રાશી ઉપર શાસન કરવા ઇચ્છે છે. તથા વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મીન સાથે સમભાવ રહે છે. તેમના વૃષભ, કન્યા તથા મકર રાશી સાથેના સંબંધ લાભકારી રહે છે. કર્ક, વૃશ્ચિક તથા મીન રાશી સાથે જાગૃતતાથી વ્યવહાર કરવો, અન્યથા નુકશાન થઇ શકે છે.