શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (12:34 IST)

અમદાવાદના યુવાનને દુર્લભ બ્લડ ગ્રૂપ હોવાની 25 વર્ષે ખબર પડી

rare blood group
-  25 વર્ષે ખબર પડી કે દુર્લભ એએક્સ બલ્ડ ગ્રુપ છે  
- અંદાજે દર દસ હજાર વ્યક્તિમાંથી એક વ્યક્તિમાં આ દુર્લભ બ્લડ ગ્રૂપ

પોતાને લોહી ચઢાવવું પડે તો O ગ્રૂપ અને બીજા માટે બ્લડ ડોનેટ કરે તો A ગ્રૂપવાળાને જ આપી શકાય

અમદાવાદના યુવાનમાં દુર્લભ બ્લડ ગ્રૂપ છે. જેમાં તેમને 25 વર્ષે ખબર પડી છે. પોતાને લોહી ચઢાવવું પડે તો O ગ્રૂપ અને બીજા માટે બ્લડ ડોનેટ કરે તો A ગ્રૂપવાળાને જ આપી શકાય છે. O ગ્રૂપ સમજી બીજાને લોહી ચઢાવાય તો શરીરે ફોલ્લા, શ્વાસમાં તકલીફ સહિતની સમસ્યા થઈ શકે છે.લોહીના પરીક્ષણમાં વિસંગતતા સામે આવતાં નમૂના ઓસ્ટ્રેલિયા મોકલાયા હતા.
rare blood group

નરોડા ખાતે આવેલી જીસીએસ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે દુર્લભ બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે, શહેરના 25 વર્ષના એક યુવાને દાતા તરીકે રક્તદાન કર્યું હતું. જોકે રક્તદાનના પરીક્ષણમાં એવો ખુલાસો થયો હતો કે, આ રક્તદાતાનું બ્લડ ગ્રૂપ ઓ છે જ નહિ, હકીકતે એએક્સ ગ્રૂપ હોવાનું સામે આવ્યું છે. અંદાજે દર દસ હજાર વ્યક્તિમાંથી એક વ્યક્તિમાં આ દુર્લભ બ્લડ ગ્રૂપ હોય છે, એટલું જ નહિ પરંતુ લાખોમાં એક કેસ હોય તેવા પણ દુર્લભ બ્લડ ગ્રૂપની ઘટનાઓ સામે આવતી હોય છે.

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ દર્દીને સમજાવાયું છે કે, પોતે રક્તદાન મેળવે તો તેને ઓ બ્લડ ગ્રૂપનું લોહી મેળવવું પડે અને જો બીજા માટે રક્તદાન કરે તો તેનું રક્ત કોઈ એ બ્લડ ગ્રૂપની જરૂરિયાતવાળી વ્યક્તિને જ આપી શકાય છે. જો આવું ન થાય તો જેમને લોહી અપાયું છે તે વ્યક્તિને શરીરે ફોલ્લા થવા કે પછી શ્વાસ લેવામાં તકલીફ સહિતની અન્ય કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે 25 વર્ષીય નિખિલ નામનો યુવક ડોનર તરીકે આવ્યો હતો. ત્યારે આ વાતની જાણાકારી મળી હતી.