બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (08:31 IST)

ગુજરાતીઓને ઠંડીમાં વધારો, 48 કલાક બાદ ફરી તાપમાનનો પારો ગગડશે'

weather news gujarat
- હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે
- વરસાદની કોઈ શકયતા નથી 
- પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે
 
Weather uodates- હવામાન વિભાગે ઠંડીને લઈને જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નથી
 
અત્રે જણાવીએ કે, પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે.
 
રાજ્યમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. જેમાં 12 શહરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ નોંધાયો છે. તે સિવાય સૌથી ઓછુ તાપમાન ગાંધીનગર અને ડિસામા 9 ડિગ્રી છે. અમદાવાદ અને નલિયામા તાપમાન 10 ડિગ્રી છે. તેમજ કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી છે.