Ram Katha in Pictures - પ્રભુ શ્રી રામ પર કાલાંતરમાં અનેક રામાયણ લખવામાં આવી છે. જેમા વાલ્મિકી રામાયણ, રામચરિત માનસ, કમ્બન રામાયણ, હનુમદ રામાયણ, આનંદ રામાયણ, મૂલ રામાયણ, એક શ્લોકી રામાયણ સહિત બીજા પણ અનેક રામાયણ પ્રચલિત છે. અમે અહી રજુ કરીએ છીએ પ્રભુ શ્રીરામની સંપૂર્ણ સ્ટોરી સંક્ષેપમાં...
Ram Katha in Pictures
1. ત્રેતાયુગમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા દશરથની 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી દ્વારા 4 પુત્રોનો \
જન્મ થયો. જેમા શ્રીરામ માતા કૌશલ્યાના પુત્ર, લક્ષ્મણ અને શત્રુધ્ન માતા સુમિત્રાના અને ભરત માતા કૈકેયીના પુત્ર હતા.
2. ચાર પુત્રોના અભ્યાસ પૂર્ણ થતા મહર્ષિ વિશ્વામિત્ર રાજા દશરથના મહેલમા આવીને રામ અને લક્ષ્મણને પોતાના યજ્ઞની અસુરોથી રક્ષા કરવા માટે જંગલના આશ્રમમાં લઈ જાય છે. વિશ્વામિત્રના આશ્રમમાં શ્રીરામ તાડકાનો વધ કરીને આશ્રમની રક્ષા કરે છે.
3. તાડકા વધ પછી મહર્ષિ વિશ્વામિત્ર શ્રીરામ અને લક્ષ્મણ સાથે જનકપુરી તરફ રવાના થાય છે. રસ્તામાં તેઓ ઋષિ ગૌતમના આશ્રમમાંથી પસાર થાય છે. ત્યા શ્રીરામ પોતાના પગથી સ્પર્શ કરીને પાષાણમા પરિવર્તિત થઈ ચુકેલી અહિલ્યાને શ્રાપથી મુક્ત કરે છે.
4. ત્યારબાદ વિશ્વામિત્ર શ્રીરામ અને લક્ષ્મણને જનકપુરમાં સીતા સ્વયંવરમાં લઈ જાય છે. ત્યા ભગવાન શ્રીરામ શિવજીનુ પિનાક ધનુષ તોડી નાખે છે.
5. ત્યારબાદ દશરથજીના ચાર પુત્રોનુ લગ્ન રાજા જનક અને તેમના નાના ભાઈ કુશધ્વજની પુત્રીઓ સાથે થાય છે. શ્રીરામનુ લગ્ન સીતા સાથે, લક્ષ્મણજીનો વિવાહ ઉર્મિલા સાથે, માંડવીના લગ્ન ભરત સાથે અને શત્રુઘ્નનુ લગ્ન શ્રૃતકીર્તિ સાથે થાય છે.
6. દેવાસુર સંગ્રામમાં દશરથનો રાણી કૈકેયીએ સાથ આપ્યો હતો. તે સમયે રાજા દશરથે 2 વરદાન માંગવાનુ વચન આપ્યુ હતુ. શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી દરમિયાન મંથરા દ્વારા ભડકાવવાથી રાની કૈકેયી શ્રીરામને 14 વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને અયોધ્યાનો રાજા બનાવવાનુ વરદાન માંગે છે.
7. પ્રભુ શ્રી રામ પોતાના પિતા દશરથના વચનનુ પાલન કરવા પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે સંન્યાસીનો વેશ ધારણ કરીને નિયમ મુજબ 14 વર્ષ માટે જંગલમાં ચાલ્યા જાય છે.
8. પ્રભુ શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાને નિષાદરાજ કેવટ નૌકા દ્વારા ગંગા પાર કરાવે છે. શ્રીરામ ઈનામ આપવા ઈચ્છે છે તો કેવટ કહે છે કે જે રીતે મે તમને ગંગા પાર કરાવી એ જ રીતે તમે પણ મને અને મારા પરિવારને આ ભવસાગર પાર કરાવી દેજો.
9. દંડકવનમાં રાવણની બહેન શૂર્પણખા સુંદર અપ્સરા નયનતારાનુ રૂપ લઈને ત્યા ઝૂંપડીની બહાર બેસેલા શ્રીરામને પોતાની સાથે લગ્ન કરવાનુ કહે છે. શ્રીરામ ના પાડે છે તો તે લક્ષ્મણ પાસે જીદ કરે છે. પછી તે માતા સીતાને મારવા દોડે છે. આ જોઈને લક્ષ્મણજી તેનુ નાક કાપી નાખે છે.
10 પોતાનુ કપાયેલુ નાક લઈને શૂર્પણખા પોતાના ભાઈ અને દંડક વનના અસુર રાજા ખર અને દૂષણ પાસે જાય છે. પછી શ્રીરામનુ ખર અને દૂષણ સાથે યુદ્ધ થાય છે, જેમા બંનેનો શ્રીરામ વધ કરી નાખે છે.
11. ખર-દૂષણના વધના સમાચાર લઈને શૂર્પણખા પોતાના ભાઈ લંકાપતિ રાવણ પાસે પહોંચીને તેને ભડકાવે છે અને સીતાના સુંદરતાના વખાણ કરે છે. આ સાથે જ તે કહે છે કે તમે વનવાસી રામની સુંદર પત્નીનુ હરણ કરીને લઈ આવો.
12. ત્યારબાદ રાવણ પોતાના મામા મારીચને હરણ બનાવીને સીતાનુ અપહરણ કરવાની યોજના બનાવે છે. સીતા એ સુંદર સોનેરી હરણ જોઈને તેને લાવવાની શ્રીરામને જીદ કરે છે. રામજી એ હરણને લાવવા જંગલમાં જાય છે. જ્યારે હરણનું રહસ્ય જાહેર થાય છે, ત્યારે રામ તેનો વધ કરે છે.
13. શ્રી રામ લાંબા સમય સુધી પાછા ન ફરતા કંઈક અજુગતુ થવાની આશંકામાં સીતાજી ગભરાઈને લક્ષ્મણને શ્રી રામની મદદ કરવા જંગલમાં મોકલે છે. લક્ષ્મણજી ત્યારે ઝૂંપડીની ચારેબાજુ લક્ષ્મણ રેખા દોરે છે અને વનમાં શ્રી રામને શોધવા જાય છે.
14. લક્ષ્મણજીના ગયા પછી રાવણ સંન્યાસીનો વેશ ધારણ કરીને માતા સીતા પાસે ભિક્ષા માંગે છે અને કહે છે કે આ રેખાને પાર કરીને ભિક્ષા આપશો તો જ સ્વીકાર કરીશ. માતા સીતા લક્ષ્મણ રેખા ઓળંખવાની ભૂલ કરે છે ત્યારે રાવણ અસલી રૂપમાં આવીને સીતાને વિમાનમાં બેસાડીને લઈ જાય છે.
15. રાવણ જ્યારે વિમાન દ્વારા માતા સીતાનુ અપહરણ કરીને લઈ જઈ રહ્યા હોય છે ત્યારે રસ્તામાં ગિદ્દરાજ જટાયુ તેને રોકવાનો પ્રયાસ કરે છે અને આ પ્રયાસમાં રાવણ જટાયુનો વધ કરી નાખે છે.
16. જટાયુનો અંતિમ સંસ્કાર કર્યા પછી શ્રીરામ અને લક્ષ્મણ સીતાની શોધમાં નીકળી પડે છે. સીતાજીને શોધતા તે શબરીના આશ્રમમાં પહોંચી જાય છે. ત્યારબાદ તેમનુ હનુમાનજી અને સુગ્રીવ સાથે મિલન થાય છે. સુગ્રીવ પોતાની વ્યથા શ્રીરામને સંભળાવે છે.
17. સુગ્રીવની વ્યથા સાંભળીને રામજી બાલીના વધ માટે તૈયાર થઈ જાય છે અને સુગ્રીવ અને બાલીના યુદ્ધ દરમિયાન રામજી બાલીનો વધ કરીને સુગ્રીવને કિષ્કિંધાનો રાજા બનાવી દે છે.
18 માતા સીતાની શોધમાં જામવંતના કહેવા પર હનુમાનજીને પોતાની શક્તિઓનો આભાસ થાય છે અને તેઓ સમુદ્ર ઓળંગીને અશોક વાટિકા પહોંચી જાય છે. ત્યા તેમની વિભીષણ સાથે ભેટ થાય છે. ત્યારબાદ તેઓ માતા સીતાને શ્રીરામની અંગૂઠી આપીને શ્રીરામ વિશે જણાવે છે.
19. ત્યારબાદ મેઘનાદ હનુમાનજીને બંધક બનાવીને રાવણ સામે લાવે છે. હનુમાનજી રાવણને શ્રીરામ સમક્ષ સમર્પણ કરવા અથવા યુદ્ધ માટે તૈયાર રહેવાનુ કહે છે. આ સાંભળીને રાવણ હનુમાનજીની પુંછડીમાં આગ લગાવી દે છે. હનુમાનજી પોતાની સળગતી પૂંછડીથી લંકા સળગાવી દે છે.
20. લંકા દહન પછી હનુમાનજી વિભીષણની મુલાકાત શ્રીરામ સાથે કરાવે છે અને ત્યારે નલ અને નીલની યોજનાથી સમુદ્ર પર સેતુનુ નિર્માણ કરવામાં આવે છે.
21. અંતમાં શ્રીરામ બાલી પુત્ર અંગદને રાવણની સભામાં મોકલીને સમર્પણ કરવા અને શાંતિનો અંતિમ પ્રસ્તાવનો સંદેશ આપે છે. રાવણ માનતો નથી તો અંગદ પોતાની શક્તિનુ પ્રદર્શન કરીને ચેતાવણી આપીને પરત ફરે છે.
22. ત્યારબાદ રામ અને રાવણનુ યુદ્ધ થાય છે. ત્રીજા દિવસના યુદ્ધમાં શ્રીરામનુ કુંભકરણ સાથે યુદ્ધ થાય છે અને ત્યારે કુંભકરણ માર્યો જાય છે. કુંભકર્ણ અને રાવણના પુત્રો માર્યા ગયા પછી લક્ષ્મણ-મેઘનાદનુ યુદ્ધ થાય છે ત્યારે મેઘનાદ રામ-લક્ષ્મણને નાગપાશમાં બાંધી દે છે. પછી ગરુડજીની મદદથી રામ-લક્ષ્મણને નાગપાશથી મુક્ત કરે છે.
23. ત્યારબદ મેઘનાદના પ્રહારથી લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે. ત્યારે હનુમાનજી વૈદ્યરાજ સુષેણના કહેવા પર સંજીવની જડી-બુટીનો પર્વત લઈ આવે છે. સંજીવની બુટીથી લક્ષ્મણજીને જ્યારે હોશ આવી જાય છે ત્યારે ફરીથી તેમનુ મેઘનાદ સાથે યુદ્ધ થાય છે અને અંતમાં તેઓ મેઘનાદ નો વધ કરે છે.
24. ત્યારબાદ રામ અને રાવણનુ ભયંકર યુદ્ધ થાય છે. વિભીષણના બતાવ્યા મુજબ શ્રીરામ રાવણના નાભિમાં તીર મારે છે અને ત્યારે રાવણનો વધ કર્યા બાદ પ્રભુ શ્રીરામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પરત ફરે છે.
25. અયોધ્યામાં પ્રભુ શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાનુ ભવ્ય સ્વાગત થાય છે અને પછી તેમનો રાજ્યાભિષેક થાય છે. રાજ્યાભિષેકમાં હનુમાનજી, સુગ્રીવ, જામવંત, અંગદ સહિત વાનર સેનાના અનેક લોકો સામેલ થાય છે.
|| ઈતિ રામ કથા ||