શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (08:03 IST)

અભિષેક પહેલા મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી રામલલાની મૂર્તિ, જાણો ક્યારે થશે સ્થાપના?

Ram Mandir Ayodhya
-  ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના થવાની સંભાવના
- મૂર્તિને એક ટ્રકમાં મંદિર લાવવામાં આવી
 
Ram mandir Pran pratishtha- રામલાલાની મૂર્તિ બુધવારે રાત્રે રામ મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી. શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ માહિતી આપી. મૂર્તિને અંદર લાવતા પહેલા, ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે ગુરુવારે ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મૂર્તિને એક ટ્રકમાં મંદિર લાવવામાં આવી હતી.

બુધવારે કલશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામલલાની મૂર્તિની 'પ્રાણ પ્રતિષ્ઠા' માટે જરૂરી દરેક વિધિ કરવામાં આવશે.