શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2019 (10:35 IST)

એક યૉર્કરની મદદથી ઑસ્ટ્રેલિયા સેમિ-ફાઇનલમાં

ક્રિકેટ વિશ્વ કપમાં મંગળવારે બે હૉટ ફેવરિટ ટીમ વચ્ચે મૅચ રમાઈ. લૉર્ડ્ઝ મેદાન પર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી મૅચને વિશ્વકપની સૌથી મોટી મૅચમાંની એક ગણાય છે. ઑસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લૅન્ડને 64 રનથી હરાવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ઇંગ્લૅન્ડ સામે હવે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે.
 
આ મૅચમાં સૌથી વધુ ચર્ચા ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્કના યૉર્કર બૉલની થઈ. આવા જ એક બૉલથી ઈંગ્લૅન્ડની છેલ્લી આશાઓ પર પાણી ફરી વળ્યું. બેન સ્ટોક્સને 89 રન પર આઉટ કર્યાં અને એ જ આ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ બન્યો.
 
ક્રિકેટ એક્સપર્ટ હર્ષ ભોગલેએ આ બૉલને નિર્ણાયક બૉલ માનતાં ટ્વિટર પર લખ્યું, "બેન સ્ટોક્સને નાખવામાં આવેલો મિચેલ સ્ટાર્કનો આ બૉલ શાનદાર યૉર્કરમાંનો એક છે."
 
"આ એ જ બૉલ છે, જેણે ઑસ્ટ્રેલિયાને સેમિ-ફાઇનલમાં પહોંચાડ્યું."