બુધવાર, 25 ડિસેમ્બર 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું
છોકરો: તને ખબર છે, હું બસમાં કોઈ છોકરીને ઉભેલી જોઈ શકતો નથી.
Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ
10મી સદીમાં બનેલું લાખેશ્વર મહાદેવ મંદિર કચ્છના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. 1200 વર્ષ જૂનું આ મંદિર અનેક ધરતીકંપ અને કુદરતી આફતો બાદ પણ આજે અડીખમ ઉભું છે. ભુજ શહેરમાં સત્યનારાયણ મંદિરમાં આવેલ લાખેશ્વર મહાદેવજી મંદિર જુદી ભાત પાડે છે.
Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું
Bhimashankar Jyotirlinga- ભીમાશંકર, 12 જ્યોતિર્લિંગોમાંનું એક, મહારાષ્ટ્રમાં આવેલું છે. તમે સરળતાથી અહીં મુલાકાત લઈ શકો છો.ભીમાશંકરમાં શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, જે દરરોજ સેંકડો
ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી
તેના ડાબા ગાલ પર ચુંબન કરો અને તે કમ્પ્યુટર ચાલુ કરે છે. જમણે દબાવો અને તે ટાઇપ કરવાનું શરૂ કરે છે
ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, "બેનેગલના પરિવારના સભ્યો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના છે."
વીડિયો
Watch More Videos
નવીનતમ
Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે
Christmas Special ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ કોઈ દાનવ નહી પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે છે. માનવું છે કે આવું કરવાથી તોફાની બાળકો સુધરી જાય છે.
Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ
1. ક્રિસમસ ટ્રી ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે 16વી શતાબ્દીમાં સજાવ્યું હતું. પહેલા ફર વાળા ટ્રી સજાવતા હતા પણ હવે સમય
Benefits of Tulsi Leaves - તુલસીના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી, આ રીતે કરશો સેવન તો ડાયાબિટીસ થશે કંટ્રોલ અને લીવરને કરશે ડિટોક્સીફાઈ
ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનું આયુર્વેદમાં ઘણું મહત્વ છે. આવો જાણીએ તુલસીનું સેવન કરવાથી શું ફાયદા થાય છે અને ક્યારે ખાવું જોઈએ?
Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો
Christmas Special Santa Story: એવું માનવામાં આવે છે કે 25 ડિસેમ્બરે નાતાલના અવસર પર, બાળકોના પ્રિય સાન્તાક્લોઝ વિશ્વભરમાં પ્રવાસ કરે છે અને બાળકોને ભેટો વહેંચે છે. લાલ અને સફેદ કપડામાં મોટી સફેદ દાઢી અને વાળ સાથેનો સાન્તાક્લોઝ હો...હો...હો
Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન
Chinese Garlic શુ તમે પણ ખાઈ રહ્યા છે ચાઈનીઝ લસણ ? આ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જાણો દેશી અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને તેના નુકશાન, અને કેમ ભારતમાં બેન છે આ લસણ.
ધર્મ
Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ
Merry Christmas 2024 Wishes Cards in Gujarati: ઈસાઈ ધર્મની માન્યતા મુજબ યીશુ મસીહનો જન્મ 25 ડિસેમ્બરના રોજ થયો હતો. આ જ કારણ છે કે આ દિવસને ક્રિસમસના રૂપમાં ઉજવાય છે. આ ખાસ દિવસ પર લોકો પોતાના પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા સંદેશ પણ મોકલે છે.
Tulsi Pujan Diwas 2024 - તુલસી પૂજાના દિવસે આ રીતે કરશો તુલસી પૂજા તો ઘરમાં આવશે ભરપૂર પૈસો
Tulsi Puja Vidhi Niyam - તુલસીને આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુમાં પણ તુલસીને સકારાત્મક ઉર્જા પ્રદાન કરનાર છોડ કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે
Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે
Christmas Special ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ કોઈ દાનવ નહી પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે છે. માનવું છે કે આવું કરવાથી તોફાની બાળકો સુધરી જાય છે.
Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ
1. ક્રિસમસ ટ્રી ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે 16વી શતાબ્દીમાં સજાવ્યું હતું. પહેલા ફર વાળા ટ્રી સજાવતા હતા પણ હવે સમય
Tulsi Pujan Diwas 2024: તુલસી પૂજાના દિવસે ભૂલથી પણ ન કરશો તુલસી સાથે જોડાયેલ આ ભૂલો, નહિ તો થશે નુકશાન
Tulsi Pujan Diwas 2024: તુલસીની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે, તો બીજી તરફ તુલસી પૂજન દરમિયાન ઘણીવાર કંઇકને કંઇક થાય છે. લોકો એવી ભૂલો કરે છે જેના કારણે પૂજા કરવાથી ફળ મળતું નથી અને દોષો ઉત્પન્ન થાય છે.