શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 30 ઑક્ટોબર 2023 (08:04 IST)

જાણો Emergency સાથે જોડાયેલ 10 ખાસ વાતો.. .

આજથી લગભગ 43 વર્ષ પહેલા ઈદિરા ગાંધીએ દેશમાં કટોકટી લગાવી હતી. 25 જૂન, 1975ના રોજ લાગેલ ઈમજંસી 21 મહિના સુધી એટલે કે 21 માર્ચ 1977 સુધી દેશ પર લાગૂ રહી. 25 જૂન અને 26 જૂનની મધ્ય રાત્રિએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના હસ્તાક્ષર કરવાની સાથે જ દેશમાં પ્રથમ ઈમરજંસી લાગૂ થઈ. આગામી સવારે સમગ્ર દેશે રેડિયો પર ઈન્દિરાની અવાજમાં સંદેશ સાંભળ્યો. ભાઈઓ અને બહેનો,  રાષ્ટ્રપતિજીએ ઈમરજંસીની જાહેરાત કરી છે. તેનાથી આવેશમાં આવવાની કોઈ જરૂર નથી' . આવો આજે ઈમરજંસી સાથે જોડાયેલ 10 વાતો જાણીએ.. 
 
1. પુષ્ઠભૂમિ - લાલબહાદુર શાસ્ત્રીના મોત પછી દેશની પ્રધાનમંત્રી બનેલી ઈન્દિરા ગાંધીએ કેટલાક કારણોસર ન્યાયપાલિકા સાથે અથડામણ થઈ હતી. આ અથડામણ ઈમરજંસીની પુષ્ઠભૂમિ બની.  ઈમરજંસી માટે 27 ફેબ્રુઆરી 1967ના રોજ આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણયે મહત્વનો ભાગ ભજવ્યો.   છ જજના બહુમતથી સંભળાવવામાં આવેલ નિર્ણયમાં એવુ કહેવામાં આવ્યુ કે સંસદમાં બે તૃતીયાંશ બહુઅત સાથે પણ કોઈ સંવિધાન સંશોધન દ્વારા મૂળભૂત અધિકારોની જોગવાઈને ન તો ખતમ કરી શકય છે કે ન તો તેને સીમિત કરી શકાય છે. 
 
2. મુખ્ય કારણ - 1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ પોતાની પાર્ટીને જોરદાર જીત અપાવી હતી અને ખુદ પણ મોટા માર્જીનથી જીતી હતી. ખુદ ઈન્દિરા ગાંધીની જીત પર સવાલ ઉઠાવતા તેમના ચૂંટણી પ્રતિદ્વંદી રાજનારાયણે 1971માં કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવારના રૂપમાં ઈન્દિરા ગાંધી સામે રાયબરેલી લોકસભા સીટ પર ચૂંટણી લડનારા રાજનારાયણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો કે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ખોટી રીતનો ઉપયોગ કર્યો. મામલાની સુનાવણી થઈ અને ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ્દ કરવામાં આવી. આ નિર્ણયથી આક્રોશિત થઈને ઈન્દિરા ગાંધીએ ઈમરજેંસી લગાવવાનો નિર્ણય કર્યો. 
 
3 . ઈમરજંસીની જાહેરાત - આ નિર્ણયથી ઈન્દિરા એટલી ક્રોધિત થઈ ગઈ કે બીજા જ દિવસે તેણે કેબિનેટની ઔપચારિક બેઠક વગર જ ઈમરજેંસી લગાવવાની ઈચ્છા રાષ્ટ્રપતિને બતાવી જેના પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે 25 જૂન અને 26 જૂનની અડધી રાત્રે જ પોતાના હસ્તાક્ષર કરી નાખ્યા અને અ રીતે સમગ્ર દેશમાં પ્રથમ ઈમરજેંસી લાગૂ થઈ ગઈ. 
4. ઈમરજેંસીના દરેક પગલે સંજય સાથે હતી મેનકા -
 
ઈન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી રહી ચુકેલા આર કે ધવને કહ્યુ છે કે સોનિયા અને રાજીવ ગાંધીના મનમાં ઈમરજેંસીને લઈને કોઈપણ પ્રકારની શંકા કે પસ્તાવો નથી.  એટલુ જ નહી મેનકા ગાંધીને ઈમરજેસ્ની સાથે જોડાયેલ બધી વાતો ખબર હતી અને તે દરેક પગલે  તે પતિ સંજય ગાંધીની સાથે હતી.   તે માસૂમ અને અજાણ હોવાનો દાવો નથી કરી શકતી. 
 
ધવને કહ્યુ કે ઈદિરા ગાંધી બળજબરીપૂર્વક નસબંદી અને તુર્કનાન ગેટ પર બુલડોઝર ચલાવવા જેવી ઈમરજેંસીની ક્રૂરતાથી અજાણ હતી. આ સર્વ માટે સંજય ગાંધી જ જવાબદાર હતા. ઈન્દિરાને એ પણ ખબર નહોતી કે સંજય પોતાના મારૂતિ પ્રોજેક્ટ માટે જમીનના અધિગ્રહણ કરી રહ્યા હતા. ધવનના મુજબ આ પ્રોજેક્ટમાં તેમને જ સંજયની મદદ કરી હતી. 
 
5. બંગાલના સીએમ એસ.એસ. રાયે ઈમરજેંસીની સલાહ આપી હતી - ધવને જણાવ્યુ કે પશ્ચિમ બંગાળના તત્કાલીન સીએમ એસએસ રાયે જન્યુઆરી 1975માં જ ઈન્દિરા ગાંધીને ઈમરજેંસીની સલાહ આપી હતી.  તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને કટોકટી લાગૂ કરવા  માટે ઉદ્દઘોષણા પર હસ્તાક્ષર કરવામાં કોઈ વાંધો નહોતો.  તેઓ એ માટે તૈયાર હતા.  ધવને એ પણ જણાવ્યુ કે ઈમરજેંસી દરમિયાન મુખ્યમંત્રીઓની બેઠક બોલાવીને તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે આરએસએસના એ સભ્યો અને વિપક્ષ નેતાઓની લિસ્ટ તૈયાર કરી લેવામાં આવે જેમને અરેસ્ટ કરવાના છે.   
 
6. રાજીનામુ આપવા તૈયાર હતી ઈન્દિરા -  ધવને કહ્યુ કે ઈમરજેંસી ઈન્દિરાના રાજનીતિક કેરિયરને બચાવવા નહોતી લાગૂ કરાઈ. પણ તે ખુદ જ રાજીનામુ અપવા તૈયાર હતી. જ્યારે ઈન્દિરાએ જૂન 1975માં પોતાની ચૂંટણી રદ્દ થવાનુ  આદેશ સાંભળ્યો તો તેમની પ્રથમ પ્રતિક્રિયા રાજીનામાની જ હતી અને તેમણે પોતાનુ ત્યાગપત્ર ટાઈપ કરાવ્યુ હતુ પણ તેના પર હસ્તાક્ષર ક્યારેય નથી કરવામાં આવ્યા.  આવુ એ માટે થયુ કારણ કે તેમના મંત્રીમંડળીય સહયોગી તેમને મળવા આવ્યા અને બધાએ દબાણ કર્યુ કે તેમણે રાજીનામુ ન આપવુ જોઈએ. 
 
7. આઈબીની રિપોર્ટ અને 1977ની ચૂંટણી 
 
ધવને કહ્યુ કે ઈદિરાએ 1977ની ચૂંટણી એ માટે કરાવી હતી કારણ કે આઈબીએ તેમને જણાવ્યુ હતુકે તેઓ 340 સીટો જીતશે.  તેમના પ્રધાન સચિવ પીએન ધરે તેમને આ રિપોર્ટ આપી હતી જેના પર તેમણે વિશ્વાસ કર્યો હતો.  પણ એ ચૂંટણીમાં મળેલ કારમા પરાજય છતા પણ તે દુખી નહોતા થયા.  ધવને કહ્યુ કે ઈન્દિરાને રાત્રે ભોજન દરમિયાન જણાવ્યુ હતુ કે તે  હારી ગયા છે ત્યારે તેમના ચહેરા પર કોઈ દુખ નહોતુ.  તેમણે કહ્યુ હતુ કે ઈશ્વરનો આભાર છે, મારી પાસે ખુદને મટે સમય રહેશે.  ધવનનો દાવો છે કે ઈતિહાસ ઈન્દિરા સથે ન્યાય નથી કરી રહ્યો અને નેતા પોતાના સ્વાર્થ માટે તેમને બદનામ કરે છે.  તેઓ રાષ્ટ્રવાદી હતા અને પોતાના દેશ પ્રત્યે તેમને ખૂબ પ્રેમ હતો. 
8 ઈમરજેંસી દરમિયાન ઈન્દિરાના ઘરમાં હતા અમેરિકી જાસૂસ - વિકિલીક્સ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના ઘરમાં 1975થી 1977 દરમિયાન એક અમેરિકી જાસૂસ હતો. જે તેમના દરેક પોલિટિકલ મૂવના સમાચાર અમેરિકાને આપી રહ્યો હતો. આ ખુલાસો વિકીલીક્સે થોડા વર્ષ પહેલા અમેરિકી કેબલ્સના હવાલાથી કર્યો હતો. જો કે કેબલ્સે તેના નામનો ખુલાસો નહોતો કર્યો. 
 
9. 26 જૂન 1975ના રોજ ઈન્દિરા ગાંધીના દેશમાં ઈમરજેંસી જાહેર કરવાના એક દિવસ પછી અમેરિકી દૂતાવાસન કેબલમાં કહેવામાં આવ્યુ કે આ નિર્ણય પર તેમના પુત્ર સંજય ગાંધી અને સેક્રેટરી આરકે ધવનના પ્રભાવથી થયો હતો.  કેબલમાં લખવામાં આવ્યુ કે પીએમના ઘરમાં હાજર  નિકટના વ્યક્તિએ એ કન્ફર્મ કર્યુ છે કે બંને કોઈપણ જોગે ઈન્દિરા ગાંધીને સત્તામાં કાયમ રાખવા માંગતા હતા.  આ બંનેનો મતલબ છે સંજય ગાંધી અને ધવન. 
 
10. ઈમરજેંસી અને પીએમ મોદી 
 
ઈમરજેંસી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.  ઈમરજેંસી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી.  અનેક પત્રકારોને મીસા અને ડીઆઈઆર હેઠળ ધરપકડ કરાયા હતા.  એ મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદી અને આરએસએસના કેટલાક પ્રચારકોએ સૂચના પ્રચાર-પ્રસારની જવાબદારી ઉઠાવી લીધી. આ માટે તેમને અનોખી રીત અપનાવી. સંવિધાન કાયદો કોંગ્રેસ સરકારની કૂરતા વિશે માહિતી આપનારુ સાહિત્ય ગુજરાતથી બીજા રાજ્યો માટે જનારી ટ્રેનમાં મુકવામાં આવ્યુ. આ એક જોખમભર્યુ કાર્ય હતુ. કારણ કે રેલવે પોલીસબળને શંકાસ્પદ લોકોને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પણ નરેન્દ્ર મોદી અને અન્ય પ્રચારકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ તકનીક સફળ રહી.