ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શનિવાર, 6 એપ્રિલ 2019 (13:27 IST)

અમિત શાહના રોડ શોમાં ભાજપના કાર્યકરો હેલ્મેટ વિના જોવા મળ્યા, પોલીસ કશુજ કરી ના શકી

સરખેજમાં યોજાયેલી અમિત શાહની રેલીમાં લોકો ટ્રાફિક જામના કારણે હેરાન થઈ છે. કોલેજોમાં ચાલી રહેલી પરીક્ષા અને ઓફિસના પીક અવર્સમાં જ શાહીની રેલી હોવાથી લોકો રોડ પર ટ્રાફિકમાં ફસાયા હતા. ACP સહિતના પોલીસ અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ તમાસો જોતા રહ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ નિયમોની ઐસીતૈસી કરીને બાઈક રેલીમાં પણ હેલમેટ પહેર્યા વગર નીકળ્યા હતા તથા રોગસાઈડમાં બાઈકો ચલાવી ટ્રાફિક જામ સર્જયો હતો.શાહની રેલીમાં અમુક ભાજપના કાર્યકરો બાઈક સાથે જોડાયા હતા.

કોઈ પણ કાર્યકરે હેલમેટ પહેર્યો ન હતો. જોકે પોલીસ હાજર હોવા છતાં કોઈ પણ કાર્યકર પર કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. કાયદા મુજબ જો કોઈ બાઈક ચાલક હેલમેટ ન પહેરે તો પોલીસ 100થી 500 રૂ સુધી દંડ કરી શકે છે. કોલેજ અને યુનિવર્સિટીઓમાં ચાલી રહેલી પરીક્ષા અને પ્રાઈવેટ કંપનીઓમાં સર્વિસ કરતાં કર્મચારીઓના પીકઅવર્સ હોવાથી લોકો રોડ પર ટ્રાફિક જામમાં ફસાયા હતા. ACP અને 2 PI સહિતના અધિકારીઓ હાજર હોવા છતાં ટ્રાફિક ક્લિયર થયો ન હતો. જોકે પોલીસ અધિકારીઓ તો ટ્રાફિકજામનો તમાસો જોઈ રહ્યાં હતા.