બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (11:19 IST)

મહેબૂબાના પાક પ્રેમ વિરુદ્ધ ત્રિરંગો લઈને જમ્મુમાં રસ્તા પર ઉતર્યા લોકો, જેલ મોકલવાની કરી વાત

જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને સમાવિષ્ટ કરવાના મહેબુબા મુફ્તીના પ્રસ્તાવ સામે જમ્મુમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. ગુરુવારે, ડોગરા ફ્રન્ટ નામની સંસ્થા સાથે સંકળાયેલા લોકો જમ્મુની સડકો પર ઉતર્યા હતા અને મહેબૂબા મુફ્તીનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, વિરોધીઓએ માંગ કરી હતી કે આ નિવેદન માટે મહેબૂબાને જેલમા મોકલવામા આવે. વિરોધ કરનારાઓમાંથી એકે  'આ આંદોલન મહેબૂબા મુફ્તીના નિવેદનની વિરુદ્ધ છે, જે તેમણે ગુપકાર ગઠબંધન પક્ષોની બેઠક બાદ આપ્યુ હતુ. તેમણે કહ્યું કે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન પણ એક પાર્ટી છે અને તેની સાથે વાતચીત થવી જોઈએ. તેમને આ નિવેદન માટે જેલમાં મોકલવા જોઈએ.
 
પીડીપી નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તિએ મંગળવારે આ નિવેદન આપ્યું છે. આજે તે કાશ્મીર મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેશે. તેમના સિવાય નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને કોંગ્રેસના નેતાઓ પણ ભાગ લેશે. પીએમ મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરના 8 રાજકીય પક્ષોના 14 નેતાઓને વાતચીત માટે આમંત્રિત કર્યા છે.  જમ્મુ-કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 અને 35 એ હટાવાયા હતા. ત્યારબાદ કેન્દ્ર દ્વારા પહેલીવાર ત્યાના રાજકીય પક્ષો સાથે વાતચીતની રજુઆત કરવામાં આવી છે.