શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : મંગળવાર, 8 ઑક્ટોબર 2024 (22:30 IST)

હરિયાણામાં BJP ની ઐતિહાસિક જીત, જાણો બીજેપીની જીતના મુખ્ય 5 કારણ

PM Modi with CM nayab singh saini
હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક લગાવી છે. રાજ્યમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે. કોંગ્રેસ અને જેજેપીને મોટો ફટકો પડ્યો છે. તમામ બેઠકો પર પરિણામ જાહેર થઈ ગયા છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 48 બેઠકો મળી છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે. રાજ્યમાં આવું કરનાર તે પ્રથમ પાર્ટી રહેશે. રાજ્યની કુલ 90 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. કોંગ્રેસે 36 સીટો જીતી છે અને એક સીટ પર આગળ ચાલી રહી છે. ઈન્ડિયન નેશનલ લોકદળે 2 બેઠકો જીતી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી છે.. જો ભારતીય જનતા પાર્ટી જાટ લૈંડ પર  પણ સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે યુવાનો, કુસ્તીબાજો અને ખેડૂતોને આકર્ષવાની કોંગ્રેસની રણનીતિ નિષ્ફળ ગઈ છે. ચાલો જોઈએ કે બીજેપીની આ લીડ પાછળ કયા કારણો કામ કરી ગયા. 
 
1- જાટ વિરોધી મતોના ધ્રુવીકરણની વ્યૂહરચના કામ કરી ગઈ
 
હરિયાણામાં જાટ મતો મોટાભાગે કોંગ્રેસ અને આઈએનએલડીને ગયા છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને જાટ મતોની અમુક ટકાવારી મળી હતી, પરંતુ 2019માં મોટા ભાગના વોટ કોંગ્રેસ અને આઈએનએલડીને ગયા હતા. કોંગ્રેસ અને જેજેપી વચ્ચે જાટ મતો વહેંચાયા હતા. અહીંથી ભાજપે એવી રણનીતિ પર કામ કરવાનું શરૂ કર્યું કે તેને હરિયાણામાં જાટ મત નથી જોઈતા. જાટ વિરોધી મતોનું ધ્રુવીકરણ કરવા ભાજપે પંજાબી હિંદુઓ, ઓબીસી અને બ્રાહ્મણો પર દાવ રમ્યો. કેન્દ્રીય મંત્રીમંડળમાં પહેલીવાર કોઈ જાટને એંટ્રી ન થઈ. રાજ્ય બીજેપીના અધ્યક્ષ એક બ્રાહ્મણને બનાવવામાં આવ્યા. પ્રદેશનો સીએમ એક ઓબીસીને બનાવવામાં આવ્યો. છેવટે બીજેપી માટે આ દાવ કામ કરી ગયો. 
 
2. ખેડૂતો અને પહેલવાનોનુ આંદોલન બીજેપીએ કેવી રીતે કર્યુ બેઅસર 
 
ખેડૂતો અને મહિલા કુસ્તીબાજોના આંદોલનથી ભાજપ ખૂબ નારાજ હતું. પરંતુ આ આંદોલન સામે કોઈ પગલું ન ભરીને ભાજપે તેને વધવા દીધુ. કુસ્તીબાજો, ખેડૂતો અને સૈનિકોનુ આંદોલન એટલુ વધી ગયુ કે  અન્ય વર્ગો ચિડાઈ ગયા. ભાજપ ચૂપચાપ તેના નેતાઓને ખેડૂતો દ્વારા માર ખાતી જોતી રહી.  ખેડૂતોનો મૂડ એટલો વધી ગયો કે તેઓએ પૂર્વ સીએમ ખટ્ટર અને ઘણા મંત્રીઓને ગામડાઓમાં પ્રવેશતા પણ રોકી દેતા હતા. હરિયાણામાં ખેડૂતોના આંદોલનમાં મોટાભાગના જાટ અને જટ સામેલ હતા. બીજી જાતિના ખેડૂતો, વેપારીઓ અને અન્ય વર્ગોને લાગ્યુ કે આ લોકો સત્તામાં આવી ગયા તો ઉત્પાત વધી જશે. બસ બીજેપી માટે આ જ કામ કરી ગયુ. બીજેપીએ જો ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યો હોત કે  તેમનુ ઉત્પીડન કર્યુ હોત તો કોંગ્રેસ માટે લાભકારી સાબિત થતુ. હાલ શાંત રહેવાની બીજેપીની રણનીતિ કામ કરી ગઈ. 
 
3. સૈનીને સીએમ બનાવવુ લાભકારી સાબિત થયુ 
 
ચૂંટણીની છેલ્લી ઘડીએ નાયબ સૈનીને સીએમ બનાવવાનો નિર્ણય પણ કામ કરી ગયો. એન્ટી ઈન્કમ્બન્સીના કારણે જ્યારે પણ કોઈ ભાજપના નેતાઓને સવાલ પૂછે ત્યારે સ્થાનિક સ્તરે નેતાઓ ફક્ત એટલું જ કહેતા કે હવે સરકાર બદલાઈ ગઈ છે. હવે બધું થઈ જશે. બીજું, સૈનીનું સૌમ્ય વ્યક્તિત્વ પણ કામ કરી ગયુ. સૈની બડબોલા નથી. જે સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો મુખ્ય ગુણ છે. સૈનીને બહુ ઓછો સમય મળ્યો પરંતુ તેમણે OBC અધિકારો માટે ઘણા કાયદા બનાવ્યા. આવી અનેક યોજનાઓ બનાવી જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને ફાયદો કરાવવાની છે. ઓબીસી મતોનું ધ્રુવીકરણ કરવામાં પણ સૈની સફળ રહ્યા.  
 
4-મિર્ચપુર-ગોહાના કાંડનો મુદ્દો ઉઠાવવો કામ કરી ગયો  
 
આ ચૂંટણીઓમાં દલિત મતોએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર રાજ્યમાં લગભગ 20 ટકા દલિત મતો છે. જે રીતે કોંગ્રેસે યુપીમાં બંધારણ બચાવો-આરક્ષણ બચાવો ના નારા લગાવીને ખેલ ખેલ્યો હતો તે જ રીતે હરિયાણામાં પણ કરવાની તૈયારી હતી. પરંતુ આ વખતે ભાજપ દલિત મતો માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું.  અશોક તંવર જેવા દલિત ચહેરાને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં એટલા માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ  અંતિમ ક્ષણે તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાય ગયા, પરંતુ ભાજપે હાર ન માની. ભાજપે દલિતોને સમજાવ્યું કે તેમની સાથે મિર્ચપુર અને ગોહાના જેવી ઘટનાઓ ભાજપના શાસનમાં બની નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ મુખ્ય પ્રધાન ખટ્ટરે તેમની બેઠકોમાં વારંવાર મિર્ચપુર અને ગોહાનાની ઘટનાની ચર્ચા કરી હતી. 
 
5-બીજેપીનુ પોલીટિકલ મેનેજમેંટ કામ કરી ગયુ  
 
બીજેપીએ કોંગ્રેસ સામે મુકાબલા માટે હરિયાણામાં એક એક પગ ફૂંકી ફૂંકીને મુક્યો.  મનોહર લાલ ખટ્ટરના પ્રત્યે લોકોમાં નારાજગી હતી તો તેમને થોડા દિવસ માટે સાઈડલાઈન કરી દેવામાં આવ્યા. એટલુ જ નહી પીએમને સભામાં પણ તેમને મંચ પર આવવા સુધી તો ઠીક છે પણ સભામાં પણ આવવા ન દીધા.  વિનેશ ફોગાટે વારંવાર પીએમ મોદીને ટાર્ગેટ કર્યા પણ કોઈપણ બીજેપી નેતાએ તેમનો જવાબ આપ્યો નહી. એવુ લાગતુ હતુ કે ઉપરથી બધા નેતાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે તેમને વિનેશ વિરુદ્ધ કશુ બોલવાનુ નથી. જે લોકો ટિકિટ ન મળતા પાછળથી અસંતોષ જાહેર કરતા પાર્ટી વિરુદ્ધ જવાની વાત કરી રહ્યા હતા તેમને સીએમ મોદી પોતે પોતે મનાવવા પહોચ્યા.