રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શુક્રવાર, 5 ઑગસ્ટ 2016 (18:45 IST)

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ જાહેર, નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભારે ઉત્તેજના બાદ આખરે વિજય રૂપાણીનું નામ જાહેર થયું છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલને જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પદ માટે છેલ્લા બે દિવસથી નીતિન પટેલનું નામ ખૂબ જ ગાજતું હતું. તેમના વતન કડીમાં બપોરથી વિજયોત્સવ શરૂ થઇ ગયેલ. પરંતુ અચાનક જ હાઇકમાન્ડે  વિજય રૂપાણીના નામ પર મંજૂરીની મહોર મારી છે.

      નવા મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણી જૈન સમાજમાંથી આવે છે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન કડવા પટેલ સમાજના છે. સત્તાના બંને મુખ્ય પદ ઉજળિયાત વર્ગને મળતા હવે પ્રદેશ પ્રમુખ પદ માટે પછાત વર્ગમાંથી પસંદગી કરવામાં આવે તેવી શકયતા બળવાન બની છે.

      શ્રી વિ.રૂ. અમિત શાહના નિકટના સાથી ગણાય છે. એક તબક્કે આનંદીબેને તેમના નામ સામે ભારે વિરોધ કર્યાની વિગતો બહાર આવેલ. આજે સાંજે ધારાસભ્યોની બેઠક પૂર્વે અમિત શાહ અને નિરીક્ષકોની હાજરીમાં વરિષ્ઠ નેતાઓની બેઠક મળેલ જેમાં ભારે ચર્ચાના અંતે વિજય રૂપાણીના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.



- મીટિંગમાં થયો વિલંબ,  છેલ્લી ઘડીએ મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો  
- તમામ મોટા નેતાઓ જેમને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ મીટિંગમાં હાજર થયા છે. 
- હજારો કાર્યકરો કમલમની બહાર નવા મુખ્યમંત્રીને વધાવવા તૈયાર 
- ધારાસભ્યોની બેઠક પહેલા આનંદીબહેન અને અમિત શાહ વચ્ચે મુલાકાત 
- મહેસાણામાં દિવાળી જેવો માહોલ અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન દરમિયાન મહેસાણામાં સૌથી વધુ અસર 
- નીતિનભાઈ પટેલના મતવિસ્તાર મહેસાણામાં આનંદનો માહોલ 
- નીતિન પટેલના સમર્થકોમાં ઉત્સાહ. તેમના સમર્થકો મુજબ નીતિનભાઈ પટેલને રાજકારણનો લાંબો અનુભવ હોવાથી તેઓ એક સફળ મુખ્યમંત્રી જાહેર થશે. 
- પાટીદાર આંદોલન અને દલિતો પરના અત્યાચાર પર થયેલ બબાલ પછી ગુજરાતમાં ભાજપની છબિ બગડી હોવાથી મુખ્યમંત્રીનું પદ એક પડકાર.. 
- દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર, તારાચંદ છેડા કમલમ પહોંચ્યા 
- બચુભાઈ ખાબડ. દિનેશ શર્મા પણ કમલમ પહોંચ્યા 
- ઉત્તર પ્રદેશ ગોવા અને પંજાબમાં અમિત શાહની જરૂર હોવાથી હાલ અમિત શાહને મુખ્યમંત્રી તરીકે રાખવાની શક્યતા ઓછી 
- અમિત શાહ કમલમ પહોંચ્યા 
- આનંદીબેન પટેલ કમલમ પહોંચ્યા 
નીતિન પટેલ કમલમ ખાતે પહોંચ્યા 
-  નીતિન પટેલને નેતાઓ ધારાસભ્યો આપી રહ્યા છે અભિનંદનો 
- કમલમ ખાતે ભાજપના નેતાઓનો જમાવડો 
- થોડીવારમાં થશે સીએમના નામની જાહેરાત
- રજનીકાંત પટેલ વસુબેન ત્રિવેદી કમલમ ખાતે હાજર 
- નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે સાંજે 4 વાગ્યે પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિત શાહની હાજરીમાં યોજાયેલ છે.
-  મુખ્યમંત્રી પદ માટે નીતિન પટેલ, વિજય રૂપાણી, ખુદ અમિત શાહ ઉપરાંત ભીખુભાઈ દલસાણીયા, ગણપત વસાવા વગેરે નામ ચાલી રહ્યા છે. છેલ્લી ઘડીએ સંજય જોશી જેવા નામ પણ આશ્ચર્યજનક રીતે સાંભળવામાં આવી રહ્યા છે પરંતુ તે બધામાં નીતિન પટેલનું નામ નં. 1 પર હોવાનું અને મુખ્યમંત્રી પદે તેમની પસંદગીની સત્તાવાર જાહેરાતની ઘડીઓ ગણાય રહ્યાનું જાણવા મળે છે.  
- મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થઈ ગયા પછી ભાજપનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા જશે. રવિવારે મહાત્મા મંદિર ખાતે  રાજભવન ખાતે નવા મુખ્યમંત્રીની શપથવિધિ થશે.
- નવા મંત્રીમંડળમાં ઘરખમ ફેરફારો કરાશે 
- બે મહિલાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરાય તેવી શક્યતા  
- નવા મંત્રીમંડળના લિસ્ટને અમિત શાહે આખરી ઓપ આપી 
- ગુજરાતની છાપ બગડી છે તે સુધારીશ.. નર્મદા યોજનાને પ્રાયોરિટી -  નીતિન પટેલ 
- આદિવાસી નેતા ગણપત વસાવાનું નામ પણ રેસમાં 
- - ધારાસભ્યોની બેઠકમાં થશે જાહેરાત 
- હુ મુખ્યમંત્રી બનીશ તો ગુજરાતના વિકાશને છટા આપીશ - નીતિન પટેલ 
- પડકારોને ઝીલવા સક્ષમ છુ - નીતિન પટેલ 
- નીતિન પટેલ કોઈપણ દબાણને વશ ન થવાનો સ્વભાવ ધરાવે છે 
- અમિત શાહ એનેક્સી પહોંચ્યા 
- પ્રદેશ ભાજપા અધ્યક્ષ વિજય રૂપાણી પણ અનેક્સી પહોંચ્યા 
- નીતિન ગડકરી અને સરોજ પાંડે સાથે કરશે બેઠક
- નીતિન પટેલ કમલમ ખાતે ધારાસભ્યની બેઠકમાં જવા રવાના 
- પાટીદાર આંદોલન વખતે મહત્વની જવાબદારી ભજવી હતી. 
- ગુજરાતનુ સુકાન કોણા હાથમાં આવશે તેની હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી પણ પસંદગીનો કળશ નીતિન પટેલ પર ઢોળાશે એવી શક્યતા છે. 
 
નીતિન પટેલ વિશે - નીતિન પટેલ હાલ આરોગ્ય મંત્રી છે. 
- રાજકીય સફર - 1999-2001 સિંચાઈ વિભાગ, રોડ અને બિલ્ડિંગ વિભાગ 
ઉંમર - 61 વર્ષ  અભ્યાસ-બીકોમ
વિધાનસભા મત વિસ્તાર - મહેસાણા 
મંત્રાલય - આરોગ્ય અને મેડિકલ 
મંત્રાલય - ફેમિલી વેલફેર અને રોડ વિભાગ 
રાજકીય રીતે - પાવરફુલ નેતા 
સરકારમાં ડેમેજ કંટ્રોલ કરી શકે તેવા નેતા 
નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રિય 
વર્ષ 1990થી 2002 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા 
 
- નીતિન ગડકરી ગુજરાત એરપોર્ટ પહોંચ્યા, એરપોર્ટથી સીધા કમલમ જાય તેવી શક્યતા
- નીતિન ગડકરી સાથે સરોજ પાંડે પણ હાજર 
- CMના નામની પસંદગી માટેની બેઠકમાં ભાગ લેશે. 

શુક્રવારે સાંજે 4 વાગ્યે ભાજપના ધારાસભ્યોની પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજાશે જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. આ માટે ભાજપના પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના નવા મુખ્યમંત્રીની વરણીના નિરીક્ષક નીતિન ગડકરી તેમજ સરોજ પાંડેની ઉપસ્થિતિમાં બેઠકમાં ભાજપના વિધાનસભા ગૃહના નવા નેતાની વરણીપ્રક્રિયા હાથ ધરાશે. જેના અંતે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.





હાલમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનની વરણીને લઈને ભાજપના નેતાઓમાં મંથન ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલયમાં ચાલી રહેલી મીટિંગમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન નિતીન પટેલનું નામ લગભગ મુખ્યમંત્રી તરીકે નક્કી થઈ ગયું હોવાનું ભાજપના નજીકના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ આગામી ચારથી પાંચ દિવસમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લે તેવી અટકળો પણ થઈ રહી છે. મીટિગ દરમિયાન ભાજપના નજીકના નેતાઓમાં એવું ચર્ચાઈ રહ્યુ હતું કે નીતિન પટેલ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શપથ લઈ શકે છે, હવે આ જ મીટિંગનો દોર અમિત શાહના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમાં નીતિન પટેલ, વિજય રૂપાણી, ભિખુ દલસાણીયા, વી. સતીષ, દિનેશ શર્મા અમિત શાહને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા,