ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (13:55 IST)

આ રીતે બનાવો ગુજરાતની સ્પેશ્યલ રાઈવાળા મરચાં

ગુજરાતમાં રાઈવાળા મરચા ખૂબ બનાવાય છે.  ખાખરા સાથે તો તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે. 
 
જરૂરી સામગ્રી - 20-30 લીલા મરચાં 
એક કપ રાઈ - સાધારણ ક્રશ કરેલી 
અડધી ચમચી હળદર 
અડધી ચમચી  હિંગ 
એક નાનકડી ચમચી વરિયાળી સાધારણ ક્રશ કરેલી 
તેલ જરૂર મુજબ 
મીઠુ સ્વાદ મુજબ 
એક મોટી ચમલી લીંબૂનો રસ 

 
બનાવવાની રીત - સૌ પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો 
- તેના દીઠા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો લગાવો અને બીયા કાઢી લો 
- ધ્યાન રાખો કે મચચાના બે ભાગ ન થવા જોઈએ 
- એક વાડકીમાં રાઈ, મીઠુ, હળદર, હિંગ, વરિયાળી, થોડુ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ નાખીને એકસાથે મિક્સ કરો. 
- તૈયાર મિશ્રણને બધા મરચામાં ભરો 
- બાકી બચેલુ મિશ્રણ, તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે છોડી દો. 
- હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે મુકી રાખો 
- તૈયાર છે રાઈવાળા મરચા. એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને ફ્રિજમા મુકી દો.