1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (16:42 IST)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ - ઓછુ રોકાણ, વધુ નફો, આ જ તો છે પ્રાકૃતિક ખેતી, તેનાથી દેશના 80 ટકા ખેડૂતોને થશે ફાયદો

પ્રધાનમંત્રી મોદીનુ કહેવુ છે કે નેચરલ ખેતીથી જેમણે વધુ ફાયદો થશે તે દેશના 80 ટકા ખેડૂતો હશે. એ નાના ખેડૂતો, જેમની પાસે 2 હેક્ટેયરથી ઓછી જમીન છે.  તેમાથે મોટાભાગના ખેડૂતોનો ઘણો ખર્ચ, કેમિકલ ફર્ટિલાઈઝર પર થાય છે. એક ભ્રમ એ છે કે કેમિકલ વગર સારો પાક નહી થાય. જ્યારે કે હકીકત તેનાથી ઊંઘી છે. પહેલા કેમિકલ નહોતા, પણ પાક સારો થતો હતો. માનવતાના વિકાસનો, ઈતિહાસ તેનો સાક્ષી છે. 
 
 
વિશેષજ્ઞ બતાવે છે કે ખેતીમા આગ લગાવવાથી ઘરતી પોતાની ઉપજાઉ ક્ષમતા ગુમાવી દે છે. આપણે જોઈએ છીએ કે જે રીતે જ્યારે માટીને તપાવવામા આવે છે તો તે ઈંટનુ રૂપ લઈ લે છે. પણ પાકના અવશેષોને સળગાવવા એ આપણી ત્યા પરંપરા જેવુ બની ગયુ છે. 
 
ઓછુ રોકાણ વધુ નફો આ તો પ્રાકૃતિક ખેતી છે 
 
પ્રધાનમંત્રીનુ કહેવુ છે કે ઓછુ રોકાણ વધુ નફો આ જ તો પ્રાકૃતિક ખેતી છે. આજે દુનિયા જ્યારે બૈક ટુ બેસિકની વાતો કરે છે તો તેની જડ ભારત સાથે જોડાયેલી જોવા મળે છે. ખેટી સાથે જોડાયેલા આપણા આ પ્રાચીન જ્ઞાનને અમે ફરીથી શીખવાની જરૂર તો છે જ સાથે જ તેને આધુનિક સમયના હિસાબથી તેમાં થોડા ચેંજ કરવાની જરૂર છે. આ દિશામાં આપણે નવેસરથી શોધ કરવી પડશે. પ્રાચીન જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક ફ્રેમમાં ઢાળવુ પડશે.