શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (20:23 IST)

આકાશમાં હતુ એયર ઈંડિયાનુ વિમાન અને અંદર ઉડવા માંડ્યુ ચામાચીડિયુ, જાણો પછી શુ થયુ

એયર ઈંડિયાનુ એક વિમાન આકાશમાં હતુ અને અચાનક તેમા ચામાચિડિયુ જોવા મળતા સનસની ફેલાય ગઈ. પાયલોટે તરત જ એયર ટ્રાફિક કંટ્રોલને તેની માહિતી આપી અને વિમાનને દિલ્હી એયરપોર્ટ પર પરત ઉતાર્યુ. ઘટના ગુરૂવારની છે. 
 
એયર ઈંડિયાના વિમાને વહેલી સવારે 2.20 વાગે ન્યૂયોર્ક (અમેરિકા )માટે ઉડાન ભરી હતી. વિમાનને ઉડીને હજુ તો 30 મિનિટ થઈ ચુકી હતી અને ત્યારબાદ અંદર એક ચામાચિડીયુ જોવા મળ્યુ. પાયલોટે તરત વિમાનને પરત દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો. એયર ઈંડિયાના અધિકારીએ એએનઆઈને કહ્યુ, ''AI-105 DEL-EWR વિમાન માટે લોકલ સ્ટેંડબાય ઈમરજેંસી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને પરત ઉતારવામા આવ્યુ. પરત આવતા જાણ થઈ કે કેબિનમાં ક્રૂ મેબંર્સે ચામાચીડિયો જોયુ. વન્યજીવ વિભાગના કર્મચારીઓને તેને કાઢવા માટે બોલાવવામાં આવ્યા. 
 
ડીજીસીએ અધિકારીઓએ કહ્યુ કે વિમાનમાં ઘુમાડો કર્યા પછી મરેલા ચામાચિડિયાને કાઢવામાં આવ્યુ. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ એનએનઆઈને જણવ્યુ એયર ઈંડિયાના  B777-300ER  એયરક્રાફ્ટ VT-ALMનુ સંચાલન દિલ્હી-ન્યૂયોર્ક વચ્ચે થાય છે. કેબિનમાં ચામાચિડિયુ દેખાવવાથી વિમાનને પરત ઉતારવામાં આવ્યુ.