સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (19:10 IST)

UP News: અલીગઢમાં ઝેરીલી દારૂ પીવાથી અત્યાર સુધી 11 ના મોત, સીએમ યોગીએ કડક પગલા લેવાનો આપ્યો આદેશ

UP News: ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં ઝેરી દારૂએ એકવાર ફરી તબાહી મચાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ઝેરી દારૂ પીવાથી 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. તેમાથી ઘણા લોકોની આંખોની રોશની જતી રહી હોવાની વાત પણ સામે આવી છે. આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથે પણ આ મામલાની નોંધ લીધી છે. સીએમ યોગીએ આરોપીઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આ સાથે ઘટનનો ભોગ બનેલા તમામને શક્ય  સારવાર આપવાની સૂચના પણ રજુ કરી છે. 
 
ઝેરીલી દારૂથી મોતની ઘટના અલીગઢના લોધા થાણા ક્ષેત્રમાં આવેલા કરસુઆ ગામમાં  બની છે. એવુ કહેવાય રહ્યુ છે કે જીલ્લાના મુખ્યાલયથી 10 કિલોમીટર આઈઓસીનો ગેસ બોટલિંગ પ્લાંટ છે. પ્લાંટની સામે કરસુઆ અને અંડલા ગામ છે અને બંને ગામમાં એક જ દઆરૂના ઠેકેદારના બે નાના ઠેકા છે. ગુરૂવારે લોકોએ અહીથી દારૂ ખરીદીને પીધો હતો.  દારૂ પીધા પછી અચાનક તબિયત બગડવા લાગી. જેનાથી 7 લોકોના મોત થઈ ગયા અને પછી એક-એક કરીને ચાર અન્ય લોકોના મોત થઈ ગયા, જેમા બે ટ્ર્ક ડ્રાઈવરનો સમાવેશ છે. . ગ્રામીણોની ફરિયાદ બાદ પ્રશાસન અને પોલીસ અધિકારીઓની મદદથી દેશી દારૂના ઠેકાને સીલ કરવામાં આવ્યો છે અને દારૂના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. દુકાનમાં નકલી દારૂ વેચવામાં આવી રહ્યો હતો, મૃત્યુ કેવી રીતે થયા વગેરે તપાસ બાદ ખબર પડશે
 
એવુ કહેવાય રહ્યુ છે કે દારૂ પીવાથી લગભગ પાંચ લોકોના આંખોની રોશની જતી રહી, જ્યારે કે અનેક લોકોની હાલત ગંભીર બનેલી છે. દારૂ પીવાથી ગંભીર થયેલી હાલતવાળા દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પછી ગ્રામીણૉમાં રોષ છે