ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 મે 2018 (12:25 IST)

ભાજપાની કર્ણાટક વિજયમાં જોવા મળ્યો યોગી આદિત્યનાથનો જલવો, મોદી પછી સૌથી પ્રભાવી ભાજપા પ્રચારક

નરેન્દ્ર મોદી પછી ભાજપાને એક વધુ નેતા મળી ગયો છે. જેનો જલવો ફક્ત એક જ પ્રદેશમાં નથી પણ ભારતના અનેક પ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે. આ નામ છે ઉપ્રના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો. ભાજપાના સ્ટાર પ્રચારકના રૂપમાં એક વાર પછી યોગીએ કર્ણાટકમાં બીજેપી માટે અનેક રેલીઓ અને રોડ શો કર્યા હતા. સીએમ યોગીએ જે 33 વિધાનસભા સીટોમાં પ્રચાર કર્યો હતો એ બધી સીટો પર બીજેપી શરૂઆતના પરિણામમાં આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં પણ યોગી આદિત્યનાથનો સ્પષ્ટ્ર પ્રભાવ જોવા મળ્યો હતો કે તેઓ જે પણ વિધાનસભામાં યોગીએ પ્રચાર કર્યો  ત્યા ભાજપા ઉમેદવાર જીત્યા હતા. 
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 3 મેથી 10 મે વચ્ચે લગભગ 33 રાજનસભાઓને સંબોધિત કરી હતી. યોગીએ પોતાના મજબૂત ધાર્મિક પ્રભાવનો ઉપયોગ કરતા કર્ણાટકના મઠોની પણ મુલાકાત લીધી હતી. 
 
આ એ જ વિસ્તાર હતા જ્યા નાથ સંપ્રદાયના અનુયાયીઓની સારી એવી સંખ્યા છે. જ્યારે કે યોગી ખુદ ગોરખનાથ પીઠના મહંત છે. યોગીએ હિન્દુ કાર્ડનો ઉપયોગ કરતા કર્ણાટકના પ્રસિદ્ધ મંજુનાથ પીઠની પણ મુલાકાત કરી હતી. જે નાથ સંપ્રદાય સાથે જોડાયેલ છે. અહી યોગીની અપીલનો એકદમથી પ્રભાવ જોવા મળ્યો અને નાથ સંપ્રદાય અને મઠોના સમર્થકોએ સીધો ભાજપાને સાથ આપ્યો. 
બંને ચૂંટણીથી હવે એ વાત સામે આવી રહી છે કે યોગીને  હિન્દુ સંત સંન્યાસીયો અને તેમની સાથે જોડાયેલા લોકોનુ પ્રબળ સમર્થન મળી રહ્યુ છે. આવનારા વિધાનસભા ચૂંટણીમાં પણ યોગીને સ્ટાર પ્રચારકના રૂપમાં બોલાવાશે અને જો તેમનો જલવો કાયમ રહ્યો તો આવનારા સમયમાં તેઓ મોદીના વિકલ્પના રૂપમાં પણ ઉભરી શકે છે.