બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (16:00 IST)

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડવાઈ પકડી ઝૂલો ઝૂલ્યા, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી બાળકો સાથે હીંચકે હીંચક્યા

harsh sanghvi
ભાવનગર (પશ્ચિમ) વિધાનસભામાં સમાવિષ્ટ ચિત્રા-ફૂલસર-નારી વોર્ડના નારી ગામમાં આવેલી જગદીશશ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયાં હતાં, જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. એમાં રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે હીંચકા ખાતા જોવા મળ્યા હતા.

શિક્ષણમંત્રી જિતુ વાઘાણી બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગયા હતા.જીતુ વાઘાણી ચિત્રા-ફૂલસર વોર્ડમાં આવેલી જગદીશશ્વરાનંદ પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતાં. ત્યારે ખેલ મહાકુંભમાં આ શાળા સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે આવી હોય આથી વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મંત્રી વાઘાણી શાળાના મહેમાન બન્યાં હતાં.શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ખાસ્સો સમય પસાર કર્યો હતો. તેમજ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને સન્માનિત કર્યાં હતાં. વિદ્યાર્થીઓમાં બાળ સહજ ભાવે હળીમળી ગયેલા મંત્રી વાઘણીથી વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા હતા. બાળકો સાથે હિંચકા ખાઈ, લસરપટ્ટી સહિતની વિવિધ રમતો બાળકોને રમાડી શિક્ષણ મંત્રીએ બાળપણને યાદ કર્યું હતું. બીજી બાજુ રાજ્યના યુવા ગૃહ રાજ્યમંત્રી સતત કોઈકને કોઈક કારણસર મીડિયામાં ચર્ચામાં રહે છે. હર્ષ સંઘવી આજે સુરત ખાતે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. દરમિયાન પોતાના મતવિસ્તારના જે લોકો છે તેમનો તેમણે સંપર્ક કર્યો હતો. મોર્નિંગ વોક કરવા દરમિયાન વડના ઝાડ નીચે બેઠેલા કેટલાક તેમના મિત્રો સાથે તેઓ થોડા સમય માટે રમત રમ્યા હતા. આ સાથે જ વડની વડવાઈને પકડીને નાના બાળકોની માફક ઝૂલો ઝૂલતા દેખાયા હતા.આજે સવારે મોર્નિંગ વોક કરવા જ્યારે નીકળ્યા હતા ત્યારે વડનું ઝાડ જોઈને જાણે બાળકની જેમ ઝૂલો ઝીલવાની ઈચ્છા થાય તે રીતે તેમની સાથેના કેટલાક લોકોને તેમણે પોતે વડવાઈઓના સહારે ઝૂલો ઝુલાવ્યા હતા. તેઓ પોતાને પણ રોકી શક્યા ન હતા. ગૃહ રાજ્યમંત્રી હોવાને નાતે કડક સુરક્ષા તો તેમની આસપાસ હતી જ પરંતુ તેઓ થોડા સમય માટે જાણે તેને અવગણીને નાનપણના દિવસો યાદ કરતા હોય તે રીતે વડના ઝાડ નીચે ઝૂલો ઝૂલ્યા હતા.