બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (13:28 IST)

નવી સરકારનું સરનામું ‘કમલમ’- મંત્રીઓ ઓફિસમાં ચાર્જ લેવાને બદલે સીધા કમલમ પહોંચ્યા

નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરવામાં આવતા જ તેમણે ચાર્જ સંભાળ્યો છે. આજથી તમામ મંત્રીઓ નવા જોશ સાથે એક્શનમાં આવી ગયા છે.   
શનિવારે ગુજરાતના નવા મંત્રીમંડળના મંત્રીઓએ શ્રાદ્ધ પહેલાં જ પોતાનો ચાર્જ વિધિવત્ રીતે સંભાળ્યો હતો. પરંતુ ગુજરાતમાં નવરચિત ભુપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓના ખાતાની ફાળવણી બાદ તમામ મંત્રીઓ પોતાની ઓફિસમાં ચાર્જ લેવા કે પરિવારને મળવાને બદલે સીધા જ કમલમ પહોંચી ગયા હતા,
 
મંત્રીમંડળની પ્રથમ બેઠક બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ કમલમ પહોચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આશિર્વાદ લીધા છે. સામાન્ય રીતે નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક બાદ મંત્રીઓ તેમની ઓફીસમાં પદ સંભાળવા જતા હોય છે. કમલમ ગયા અને પક્ષના કોઈ પદાધિકારી સ્વર્ણિમ સંકુલ નહી પણ ‘કમલમ’ માં હતા અને તેઓએ અહી નવા મંત્રીઓનું સ્વાગત કર્યુ હતું.