શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 6 એપ્રિલ 2020 (10:42 IST)

હવે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ પણ ઘસી રહ્યા છે વાસણો, અહીં જુઓ તમારા સ્ટારનો વીડિયો

કોરોના વાયરસ પછીના લોકડાઉનમાં બોલિવૂડ સ્ટાર્સને પણ ઘરમાં પૈક કરી દીધા છે. આવી સ્થિતિમાં સ્ટાર્સ તેમની હોબી અથવા મજબૂરી રૂપે પોતાનું ઘરકામ કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર તેમના કામના વીડિયો શેર કર્યા છે. એવા ઘણા સ્ટાર્સ પણ છે જે વાસણો સાફ કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, અમે તમને બતાવી રહ્યાં છે કે કયા  સ્ટાર્સ ઘરમાં વાસણ ઘસતા જોવા મળ્યા હતા .
 
કેટરિના કૈફ
 
કેટરિના કૈફ હાલ પોતે જ ઘરના બધા કામ કરી રહી છે. અભિનેત્રી ઘરે જ વર્કઆઉટ કરી રહી છે અને પોતાનુ કામ પણ કરી રહી છે. હાલમાં જ તેણે તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વાસણો સાફ કરતી જોવા મળી હતી અને આ વીડિયો દીપિકા પાદુકોણે પણ શેર કર્યો હતો

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

કાર્તિક આર્યન
 
કાર્તિક આર્યન લોકડાઉનમાં જુદી-જુદી  રીતે તેનો સમય પસાર કરી રહ્યો છે. અનેકવાર કાર્તિક આર્યન લોકોને જાગૃત કરતા જોવા મળ્યા તો એકવાર તેણે પોતાનો વાસણો સાફ કરવાનો વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં જણાવાયું છે કે અત્યારે કાર્તિકને જાતે જ ઘરનું કામ કરવુ પડી રહ્યુ છે. 


રિતેશ દેશમુખ
 
રિતેશ દેશમુખનો પણ એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે વાસણો સાફ કરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ તેમની પત્ની તેમની પાસેથી વાસણો સાફ કરાવી રહી હતી. આ વીડિયો રિતેશ દ્વારા ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો હતો.


નરગીસ ફાખરી
 
લોકડાઉન દરમિયાન નરગિસ ફાખરી પણ ઘરે ખૂબ કંટાળી ગઈ છે, જે તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સ્પષ્ટ દેખાય છે. તાજેતરમાં તેણે એક વિડિઓ શેર કર્યો  છે જેમાં તે વાસણો સાફ કરવા સહિતના ઘરના તમામ કામો કરી રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Are you bored? . . . . #bored #housearrest #home #corona #virus #staysafe #havefun #tiktok #followme

A post shared by Nargis Fakhri (@nargisfakhri) on


 
 
 

રશ્મિ દેસાઇ
 
તાજેતરમાં રશ્મિ દેસાઈનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે વાસણો સાફ કરતી જોવા મળી રહી છે, જ્યારે પાછળથી ગો કોરોના ગોના અવાજ પણ આવી રહ્યા છે.
 
સિદ્ધાર્થ શુક્લા
 
સિદ્ધાર્થ શુક્લાએ થોડા દિવસો પહેલા એક વીડિયો શેર કર્યો હતો અને તેણે ઘરના બધા કામ જાતે જ કર્યા હતા.  જેમાં સફાઈ, રસોઈ અને વાસણો ધોવા સહિતના કામોનો સમાવેશ થાય છે. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Days Of Quarantine! . . Click the link in my bio to watch the full video! . #QuarantineLife #HouseholdChores

A post shared by Sidharth Shukla (@realsidharthshukla) on