1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 5 જાન્યુઆરી 2020 (09:55 IST)

Happy Birthday- દીપિકા પાદુકોણએ જોયા 34 વસંત

5 જાન્યુઆરી 1986ના રોજ જન્મેલી દીપિકા પાદુકોણ 31 વસંત જોઈ લીધા છે તો જાણો રાણી પદમાવતી  સાથે જોડાયેલ રોચક વાતો 
1. શાહરૂખ ખાનની ફિલ્મ જોઈને મોટી થનારી દીપિકા પાદુકોણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં તેને રોમાંસના બાદશાહની સાથે સ્ક્રીન શેર કરવાની તક મળશે. 
 
2. દીપિકાના પિતા પોતાના સમયના જાણીતા બેડમિંટન ખેલાડી રહી ચૂક્યા છે. તેથી દીપિકાની પસંદગી રમત તરફ હતી, પણ તેણે ક્યારેય તેમા પોતાનુ કેરિયર બનાવવાનો વિચાર નહોતો કર્યો, જો કે તે રાજ્ય સ્તર પર આ રમતમાં ભાગ લઈ ચુકી છે. 
 
3 . દીપિકાની નાની બહેન અમીષાની પસંદગી રમત તરફ જ છે અને તે સારુ ગોલ્ફ રમે છે.
 
4 . મોડેલિંગની દુનિયામાં પગ મુકતા જ દીપિકા તરત જ ફેમસ થઈ ગઈ. બોલીવુડમાં પગ મુક્યા પછી કરોડો લોકો તેના પ્રશંસક થઈ ગયા. એફએચએમે તેને સેક્સીએસ્ટ વુમન ઓફ ધ વર્લ્ડ અને મેક્સિમે ધ હોટેસ્ટ ગર્લ ઓન અર્થ જાહેર કરી. 
 
5 . ફિલ્મોમાં પગ મુકતા પહેલા નિહાર પંડ્યાની સાથે તેનો રોમાંસ ચાલ્યો. બંનેય કેટલાક હોટ ફોટો પણ શૂટ કરાવ્યા. 
 
6 . ફિલ્મોમં આવ્યા પછી દીપિકા પાદુકોણની પસંદગી રણબીર કપૂર બન્યો. એક સમારંભમાં તેમણે સ્ટેજની પાછળ રણવીરને આઈ લવ યુ કહ્યુ. બંનેયે સાર્વજનિક રીતે સ્વીકાર કર્યુ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. 
 
7 . નવેમ્બર 2010માં પ્રસારિત ટીવી શો કોફી વિથ કરણે એક એપિસોડમાં જ્યારે કરણ જોહરે દીપિકાને પૂછ્યુ કે રણવીર કપૂરને ગિફ્ટમાં શુ આપવા માંગીશ તો તેણે કહ્યુ કંડોમ. સોનમ સાથે મળીને તેણે રણબીરની ખૂબ મજાક ઉડાવી હતી, જેના કારણે રણવીરના પિતા ઋષિ કપૂર નારાજ થયા હતા. 
 
8. કભી કભી (1976) અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995)દીપિકાની પસંદગીની ફિલ્મ છે. 
 
9. દીપિકા હેમા માલિનીને  ખૂબ પસંદ કરે છે અને તેની પ્રથમ હિન્દી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' માં તેનુ લુક હેમા માલિનીથી જ પ્રેરિત હતુ. હેમા ઉપરાંત માધુરી દીક્ષિત, કાજોલ અને સુષ્મિતા સેનને પણ દીપિકા પસંદ કરે છે. 
 
10. કભી કભી મેરે દિલમે ખ્યાલ આતા હૈ.. એ દીપિકાનુ ફેવરેટ સોંગ છે. પોતાની ફિલ્મમાંથી તેને 'આંખો મે તેરી અજબ સી.. ' સોંગ પસંદ છે. 
 
11. સલમાન ખાન સાથે દીપિકા ફિલ્મ કરવા માંગે છે. સલમાનના શો 'દસ કા દમ'માં આ વાત તે કહી પણ ચુકી છે. પણ સલમાને હજુ સુધી તેની આ વાત પર ધ્યાન નથી આપ્યુ.
 
12. તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં દીપિકાના લેગ્સને સૌથી સેક્સી કહેવામાં આવ્યા. પણ દીપિકાને ડાયેટિંગ પર વિશ્વાસ નથી. તે ખાવાની શોખીન છે અને તેને નવી વસ્તુઓનો સ્વાદ લેવો પસંદ છે. 
 
13. દીપિકાને ત્યારે ખૂબ જ આનંદ થયો હતો જ્યારે તેણે પોતાની મહેનતની કમાણીથી ફ્લેટ ખરીદયું . 
 
14. નવરાશની ક્ષણોમાં દીપિકાને રસોઈ બનાવવી, ફિલ્મ જોવી, સંગીત સાંભળવુ અને ઉંઘવુ ખૂબ ગમે છે. 
 
15. અમિતાભનું કહેવુ છે કે દીપિકા તેમના જમાનામાં હોતી તો તેમને દીપિકા સાથે રોમાંસ કરવો ગમતો.