ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 28 એપ્રિલ 2022 (13:08 IST)

43 વર્ષના થયા શરમન જોશી - પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણાને જોતા જ પ્રેમમાં પડી ગયા હતા, બંનેએ એક વર્ષ ડેટિંગ કર્યા બાદ કર્યા હતા લગ્ન

બોલીવુડ અભિનેતા શરમન જોશી 42 વર્ષના થઈ ગયા છે. 17 માર્ચ 1979ના રોજ તેમનો જન્મ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ એક મરાઠી પરિવારના છે. પણ તેમના પિતા અરવિદ જોશી ગુજરાતી થિયેટરના દિગ્ગજ કલાકાર હતા. જેમનો હવે દેહાત થઈ ચુક્યો છે. આ ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્ય પણ થિયેટર સાથે જોડાયેલા છે. ખુદ શરમનનુ પણ થિયેટર સાથે ખાસ અટેચમેંટ છે. 
 
1999માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
શરમને 1999માં નિર્દેશક વિનય શુક્લાની આર્ટ ફિલ્મ 'ગોડ મધર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે 'સ્ટાઈલ' (2001), 'એક્સક્યુઝ મી' (2003), 'શાદી નંબર વન' (2005), 'રંગ દે બસંતી' (2006), 'ગોલમાલ' (2007), '3 ઈડિયટ્સ' 2009). અને 'ફેરારી કી સવારી' (2012) જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પ્લેબેક સિંગર તરીકે, તેણે ફિલ્મ '3 ઈડિયટ્સ'માં 'ગીવ મી સમ સન સાઈન...' ગીત ગાયું હતું. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એવોર્ડ પણ મળ્યો હતો.
 
કોલેજમાં શરૂ થઈ પ્રેમ કહાની
 
શરમન જોશીની લવ લાઈફ કોલેજમાં ભણતા હતા ત્યારે શરૂ થઈ હતી. અહીં તેઓ એક છોકરીને મળ્યા જેને શરમને પહેલી મુલાકાતમાં જ પોતાનુ દિલ આપી દીધુ  હતું. તે છોકરીનું નામ પ્રેરણા ચોપરા હતું, જે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રી છે.
 
વર્ષ 2000 માં લગ્ન કર્યા
પહેલી મુલાકાત પછી પ્રેરણાને પણ શરમન ગમ્યો. જોકે, બંનેએ એકબીજાને પોતાની લાગણી વ્યક્ત કરી ન હતી. આ પછી મુલાકાત ચાલુ રહી અને તેઓ ગાઢ મિત્રો બની ગયા. શરમનને પ્રેરણાની ગંભીરતા અને વર્તન ખરેખર ગમ્યું. જોકે, બંનેએ ક્યારેય એકબીજાને પ્રપોઝ કર્યું નથી. પરંતુ પ્રેમભરી મુલાકાતોનો સમયગાળો લગભગ એક વર્ષ ચાલ્યો. 1999માં શરૂ થયેલી ડેટિંગની શ્રેણી 2000માં પુરી થઈ. 
 
15 જૂન 2000 ના રોજ બંનેયે ગુજરાતી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. જે વર્ષે બંનેના લગ્ન થયા એ જ વર્ષ શરમન જોશીએ બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી. જ્યારે કે પ્રેરણા બિઝનેસ વુમન હતી. બંને ત્રણ બાળકો (પુત્રી ખ્યાના, પુત્ર વાર્યાન અને વિહાન)ના પેરેંટ્સ છે. શરમન ટીવીના ફેમસ એક્ટર રોહિત રોયનો સાળો પણ છે. તેમની બહેન માનસી જોશી રોહિતની પત્ની છે.