રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2023 (08:42 IST)

HBD: નસીરુદ્દીન શાહ- નસીરુદ્દીન સાથે રોમાંસ સીન કરતા શરમાય ગઈ માધુરી

Naseeruddin shah
HBD: Naseeruddin Shah-  આ ફિલ્મ 2010માં આવેલ ફિલ્મ 'ઈશ્કિયા'ની સીક્વલ છે. વિશાલ ભારદ્વાજની ' હિન્દી સિનેમાના અનુભવી કલાકાર નસીરુદ્દીન શાહ સાથે રોમાંસ કરી રહેલ બોલીવુડની માઘુરી દીક્ષિતનુ કહેવુ છે કે જો કે અભિનેતા સાથે કામ કરવામાં તેને કોઈ મુશ્કેલી ન થઈ પણ તેમની સાથે રોમાંસ સીન કરતી વખતે થોડી શરમ આવી હતી. 
 
 નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી અગાઉની ફિલ્મના પોતાના પાત્રમાં જ હતા  જ્યારે કે માધુરી અને હુમા કુરૈશી આ ફિલ્મના નવા ચેહરા હતા. 
 
માધુરીએ કહ્યું, "મને હંમેશા તેની આંખોમાં એક વિચિત્ર આકર્ષણ રહેતું હતું. તેથી રોમેન્ટિક સીન કરતી વખતે હું ઘણી વાર શરમાતી હતી. પરંતુ તે એક શાનદાર અનુભવ હતો."
 
માધુરી દીક્ષિતે જણાવ્યું કે ફિલ્મમાં કામ કરતા પહેલા તેને કહેવામાં આવ્યું હતું કે નસીર સેટ પર ઘણી વખત ચિડાઈ જાય છે. પરંતુ 'દેઢ ઇશ્કિયા'ના સેટ પર આવું બિલકુલ ન બન્યું અને આખી ફિલ્મ દરમિયાન તે આનંદી મૂડમાં જોવા મળ્યો.
 
ફિલ્મનુ ટ્રેલર લોંચ કરતી વખતે માઘુરીએ સંવાદદાતાઓને કહ્યુ, 'તેમની સાથે કામ કરતી વખતે મને ગભરાટ ન થઈ, તેમની આંખોમાં પ્રબળ ભાવનાઓ હોય છે, જ્યારે પણ અમે કોઈ રોમાંટિક સીન કર્યો ત્યારે હું શરમાઈ ગઈ. તેઓ એક પ્રાકૃતિક અભિનેતા છે, તેમની સાથે અભિનય કરતી વખતે તમારે ફક્ત પ્રતિક્રિયા કરવાની હોય છે.
 
તેણે કહ્યુ, 'હુ તેમની સાથે કામ કરતી વખતે સામાન્ય હતી. હુ પાત્ર ભજવી રહી હતી..' 'ડેઢ ઈશ્કિયા'માં માઘુરીએ બેગમ પારાનું પાત્ર ભજવ્યુ છે. પાત્ર અને પટકથાને જોયા બાદ જ અભિનેત્રીએ આ ફિલ્મ માટે હા પાડી હતી.
Edited By-Monica Sahu